પિતાને ઘરમાંથી હાંકી કાઢવા બે દિકરાએ ઢોર માર માર્યો અમદાવાદ, બુધવાર બહેરામપુરામાં રહેતા આધેડને તેમના બે પુત્રોએ ઘરમાંથી હાંકી કાઢવા ગડાદાપાટુનો માર મારીને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ બહેરામપુરામાં વિજ્યાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મુલચંદ એમ.ક્રિશ્નાની (૫૬) તેમના પત્ની અને ત્રણ દિકરા સાથે રહે છે. તેમના બે દિકરા જયપ્રકાશ (૨૧) અને રાહુલ (૧૮) પિતાને સાથે રાખવા માંગતા ન હતા .તેમણે ે ઘરમાંથી ચાલ્યા જવાનું કહેતા પિતા મુલચંદભાઈએ આ મારૃ ઘર છે તમે મને કેમ કાઢી મુકવાની વાત કરો છો, એમ કહ્યું હતું. આ અંગે મુલચંદભાઈએ પોલીસમાં અરજી આપી હતી. જેની અદાવત રાખીને જયપ્રકાશ અને રાહુલે બિભત્સ ગાળો બોલીને પિતાને ઢોર માર માર્યો હતો. તે સિવાય તેમણે અરજી પાછી નહી ખેચો તો પેટ્રોલ છાંટીને જાનથી મારી નાંખશે, એવી ધમકી આપી હતી. આ અંગે મુલચંદભાઈએ બન્ને દિકરા સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.