એસએલયુ કોલેજની વિદ્યાર્થિનીઓમાં બી.કોમની સેમ-6ની બેઠક વ્યવસ્થા સામે ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી. કોચરબ ખાતે અાવેલી ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓને યુનિ. બેઠક વ્યવસ્થા છેલ્લા બે વર્ષથી ફાળવવામાં અાવે તેમાં અા કોલેજની વિદ્યાર્થિનીઓને શહેરથી 10થી 15 કિ.મી. દૂરની કોલેજ ફાળવવામાં અાવે છે. જેના લીધે પરીક્ષાના સમયે વિદ્યાર્થિનીઓના અને તેમના વાલીઓ અધિક તાણ અનુભવે છે. કોલેજ સત્તાવાળા સમક્ષ રજૂઅાત કરતાં તેમણે યુનિ. ઉપર દોષારોપણ કરી જવાબદારીમાંથી બચતા જોવા મળ્યા છે.
જ્યારે કે કોલેજ યુનિ. સત્તાધિશોને રજૂઅાત કરી અા સમસ્યા પ્રત્યે ધ્યાન દોરવાની જરૂરિયાત હતી. કારકિર્દીના મહત્વના તબક્કે વિદ્યાર્થીઓને પરીક્ષા ઉપરાંત અાવાજવાની તકલીફ તથા વધારાના ખર્ચનો બોજોવાલીઓ પર પડે છે. જેની ચીંતા કરી તાત્કાલીક નિવારણ લાવી વ્યવસ્થામાં ફેરફાર કરવા વાલીઓએ અપીલ કરી છે.