બાહુબલી ફિલ્મની સફળતાની ગાથાથી સૌકોઇ વાંકેફ છે ત્યારે હવે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ બાહુબલીના પાઠ ભણશે. અમદાવાદમાં આઇઆઇએમમાં ફિલ્મ મેકીંગ કોર્ષ અંતર્ગત બાહુબલી ફિલ્મના મેકીંગ અંગે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. જેમાં ફિલ્મના માર્કેટીંગ અને ફાયનાન્સ મેનેજમેન્ટ શીખવાડવામાં આવશે.
છેલ્લા 8 વર્ષથી આ કોર્ષ ચાલુ કરવામાં આવ્યો છે અને કોર્ષ સ્ટડીમાં આશરે 70 જેટલા વિદ્યાર્થીઓ વિશ્લેષણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હોલીવુડ કક્ષાના બીગ બજેટ ફિલ્મની હરોળમાં આવનારા બાહુબલી ફિલ્મમાં ક્રિએટીવીટીની સાથે માર્કેટિંગ પણ મહત્વનું હતું. કોર્ષ અંગે વધુ માહિતી આપતા આઇઆઇએમના પ્રોફેસરે જણાવ્યું હતું કે જે રીતે બાહુબલીમાં માર્કેટિંગ માટે વ્યૂહરચના અપનાવવામાં આવી હતી તેને કોર્ષમાં વણી લેવામાં આવશે.