[slideshow_deploy id=’34778′]અમદાવાદફેસબુક, વોટ્સએપ, સહીતની સોશીયલ નેટર્વકીંગ સાઇટ પર, યુવાનો રોલા મારીને યુવતીઓને ફસાવતા હોય છે.અમદાવાદમાં પણ એક એવો કિસ્સો બહાર આવ્યો છે.જેમાં એક યુવતીને પોતે ભાજપનો હોદ્દેદાર જણાવીને રાત્રે 1 વાગ્યે મેસેજ કરતો યુવકની આછકલાઇ સામે આવી છે.

ભાજપ યુવા મોર્ચામાં પોતે સેક્રેટરી હોવાનુ જણાવીને ઉજ્જવલ ગજ્જર, નામના યુવકે ખુશ્બુ મજેઠીયાને રાત્રે 1 વાગ્યાની આસ-પાસ હાય, હેલ્લો, હાઉ આર યુ.. જેવા મેસેજ કરતો હતો.જો કે ખુશ્બુ પત્રકાર હોવાથી ઉજ્જવલ સાથે સહજતાથી વાત કરી હતી.પરંતુ ઉજ્જવલ વાંરવાર રાત્રે મેસેજ કરવા લાગતા.અંતે ખુશ્બુએ ગુજરાત ભાજપના યુવામોર્ચાના પ્રમુખ ડો. રૂત્વીજ પટેલને જાણ કરી હતી.રૂત્વીજ પટેલે ઉજ્જવલ અંગે તપાસ કરતા ઉજ્જવલ યુવા મોર્ચામાં નથી.તેવુ બહાર આવ્યુ છે.
ઉજ્જવલ ગજ્જર ખુશ્બુ ઉપરાંત અન્ય ત્રણ યુવતીઓને આ પ્રકારે રાત્રે મેસેજ કરતો હોવાનુ પણ ખુલવા પામ્યુ છે.જો કે ખુશ્બુ મજેઠીયાએ ઉજ્જવલ સામે પોલીસ કેસ કર્યો નથી.અને હાલ ઉજ્જવલે ખુશ્બુની માફી પણ માંગી લીધી છે. ભાજપના કથીત કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે રાત્રે મેસેજ કરવાની ઘટના સામે આવી છે.જે સમાજ માટે ખતરાની ઘંટી છે.