અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાં રહેતા બાળકોને ડોનેશન ઉઘરાવવા બાબતે જે ટાર્ગેટ આપવામાં આવતો હતો..તેને લઈને પોલીસ પણ ચોંકી ગ છે. 10 વર્ષથી નીચેના બાળકોને તે માટે ટાર્ગેટ અપાતો હતો.તેમ પોલીસે કહ્યુ છે. નિત્યાનંદ આશ્રમમાં ડોનેશન લેવાની પ્રક્રિયા બાબતે નિવેદન લેવાની અને તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસે ખુદ કબુલ્યુ છે કે ડોનેશનની અઘરી પ્રોસેસ છે. એટલે તપાસમાં સમય લાગે છે. ઉલ્લેખનિય છે કે, ફરિયાદી જનાર્દન પિતાએ કહ્ય હતુ કે, એક કરોડથી સાત કરોડ સુધીના ડોનેશન ઉઘરવવા માટે ટાર્ગેટ અપાતો હતો.
બે સંચાલિકાઓની કરાઈ ધરપકડ
અમદાવાદના હાથીજણ ખાતે નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે ધરપકડ કરી છે. આશ્રમમાંથી યુવતી અને બાળકો ગુમ થવા મામલે વિવેકાનંદ નગર સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને લઈને પોલીસે તપાસ કરી. અને ફરિયાદના અનુસંધાને પોલીસે આશ્રમ સંચાલિકા પ્રિયા તત્વ અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી છે. તો સાથે જ તપાસ બાદ જરૂર પડ્યે નિત્યાનંદને રેડ કોર્નર નોટીસ પણ અપાશે તેમ પોલીસે કહ્યું છે.
પ્રિયા અને પ્રાણપ્રિયા આશ્રમની મુખ્ય સંચાલિકાઓ
પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયા તત્વ અને પ્રાણપ્રિયા નિત્યાનંદ આશ્રમની મુખ્ય સંચાલિકા છે. બન્ને વિરૂદ્ધ બાળ મજૂરી અને સતામણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા પોલીસ દ્વારા બાળકોના નિવેદન લેવામાં આવ્યા હતા. જે બાદ બન્ને સંચાલિકા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ કે, સમગ્ર કેસમાં જે બિલ્ડરે પુષ્પક સિટીમાં મકાન આપ્યુ તેના પુરાવાર પણ મહત્વના રહેશે. અને પોલીસ પકડમાં આવેલી બન્ને સંચાલિકા કર્ણાટકના મૈસૂરની છે. જેણે બાળકો પાસે ડોનેશનલ ઉઘરાવવા માટે બાળ મજૂરી કરાવી છે. બંને સામે અપહરણ, ગોંધી રાખવાનો, ઇજા ઓ કરી, ધમકી આપી, મજૂરી કરાવી તે બાબતે ગુનો નોંધાયો છે.