લોક ડાઉન ના કારણે લોકોના ધંધા રાજગર ઠપ થઈ ગયા છે લોકો કહી રહ્યા છે કે હવે ધંધા રોજગાર ખોલવામાં આવે તકેદારી સાથે ધંધો કરીશું પણ રોજગાર ચાલશે તો બધાના જીવન નિર્વાહ ચાલે ઇલેક્ટ્રોનિક બજારની જો વાત કરીએ તો શહેરમાં અંદાજે 5 હજાર દુકાનો આવેલી છે. જેનું રોજનું 50 કરોડનું નુકશાન થઈ રહ્યું છે. આ રોજગાર સાથે અંદાજે 25 હજાર લોકો જોડાયેલા છે જે હાલ બેરોજગાર બેઠા છે.
જેમાંથી 10 હજાર જેટલા લોકો પર પ્રાંતીય છે જે વતન તરફ જતા રહ્યા હોવાના કારણે હવે કારીગરોની તકલોફ ઉભી થશે. હવે જો આ ધંધા ચાલુના થાય તો ભૂખમરો આવશે. કર્મચારીઓને આપવા પૈસા બચ્યા નથી. આ અંગે એસોસીએશન દ્વારા સરકારને શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર ને રજુઆત કરવામાં આવી હતી જેને લઈને હવે 2 કલાક સુધી ગોડાઉન ખોલવસ માટે મંજૂરી આપી છે.