વડાપ્રધાન મોદીના સતત પ્રયાસો બાદ દેશભરમાં ખાદીના વપરાશને વ્યાપક પ્રોત્સાહન મળી રહ્યું છે. ખાદીના વધતા જતા વેચાણના કારણે ગ્રામ્યવિસ્તારમાં અર્થતંત્ર પણ ધબકતુ થયુ છે. લોકોને ઘેરબેઠા રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. અત્યાર સુધી ખાદીનું વેચાણ અમદાવાદ જેવા શહેરમાં ગાંધી અાશ્રમ અને ખાસ ખાદીવણાટના સ્થળો પર જ થતુ હતું પરંતુ હવે અત્યાધુનીક મોલ કલ્ચરમાં પણ ખાદીનું વેચાણ શક્ય બન્યું છે.
અાજે અમદાવાદ ખાતે ગુલમહોર પાર્કમાં ખાદીના શો-રૂમનું સાંજે 6 કલાકે ભારત સરકારના ખાદી અને ગ્રામ્યોદ્યાગ કમિશનના ચેરમેન શ્રી વી. કે. સક્સેના ખાસ ઉપસ્થિત રહેશે.
ખાદી હવે ફેશનમાં પણ વપરાશમાં અાવી રહી છે. પહેલા ફક્ત અમુક લોકો સુધી જ ખાદી પહેરતા હતા પરંતુ હવે ખાદીમાં પણ અવનવી વેેરાયટીઓ અને રંગોની વિવિધતા વાળી ખાદી મળતા વધારે વપરાશમાં અાવે છે.