અમદાવાદમાં અાવેલ ટેલેન્ટ ઈન્ડીયા ઈન્ટરનેશનલ સ્કૂલનો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. ટેલેન્ટ ઈન્ડીયા ઈન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે, અેસપીરીંગરોડ, અદાણી (રામોલ) સર્કલ, નાની કેનાલ રામોલ ખાતે યોજાયો હતો. અા સમારોહમાં બોર્ડ અોફ ડિરેક્ટર સાલેભાઈ માસ્ટર(સિનિયર અેડવાઈઝર) તેમજ સ્કૂલનો તમામ સ્ટાફ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ટેલેન્ટ ઈન્ડીયા ઈન્ટરનેશનલ સ્કૂલ વીશે માહિતી અાપતા બોર્ડ અોફ ડિરેક્ટર સાલેભાઈ માસ્ટરે જણાવ્યુ હતુ કે અા સ્કૂલનું વિઝન અન્ય સ્કૂલ કરતા બિલ્કુલ અલગ છે અમે વિદ્યાર્થીઓને ટેલેન્ટ અાપીઅે છીએ. અા સ્કૂલ પ્રેક્ટીકલ નોલેજ અાપવાનું કામ કરે છે. અમારો વિદ્યાર્થી ભવિષ્યમાં ક્યાંય પાછો ન પડે એવી અમારી શિક્ષણ રચના છે. સરકાર તરફથી જે ફી લેવામાં અાવે છે અમારી સ્કૂલમાં તે ફીમાંથી પણ 25 ટકા જ લેેવાશે. ગુજરાતમાં ઘણી ઈન્ટરનેશનલ સ્કૂલ અાવેલી છે પરંતુ અા સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીને પણ સમાન શિક્ષણ અાપવામાં અાવશે. અમારી સંસ્થામાં ગરીબ તેમજ RTE હેઠળના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે જ અમારો લક્ષ્યાંક છે.
ટેલેન્ટ ઈન્ડીયા ઈન્ટરનેશનલ સ્કૂલમાં લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબોરેટરીની ખુબ સારી વ્યવસ્થા છે જેનો શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે. ટેલેન્ટ ઈન્ડીયા ઈન્ટરનેશનલ સ્કૂલમાં 3થી 8 સ્ટાન્ડર્ડ સુધીની મંજૂરી મળી ગઈ છે. CBSE બોર્ડવાળી અા શાળામાં અધર અેક્ટિવિટિઝ, હેન્ડરાઈટીંગ ઇમ્પ્રુવમેન્ટ જેવા ફાસ્ટ મેથેમેટિક્સ, ડ્રોઈંગ, અાર્ટ જેવા વિષયોથી વિદ્યાર્થીઓને અલગત કરવામાં અાવે છે.