અમદાવાદમાં રહેતી અને રસોઇકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી પરિણીત મહિલા પર ત્રણ શખ્સોએ મોરબી નજીક કારખાનાની ઓફિસમાં બળજબરીથી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ આ અંગે મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના જ એક શખ્સે મોબરી સીરામીક કારખાનામાં રસોઈયા તરીકેને જોબ હોવાનું કહી બોલાવી હતી અને બાદમાં મોરબીના બે શખ્સો સહિત ત્રણેયે તારે નોકરી જોઇતી હોય તો અમને ખુશ કરવા પડેશે તેવું કહ્યું હતું. બાદમાં વારાફરતી બળજબરીથી મારા હાથ-પગ પકડી એક પછી એક એમ ત્રણેયે ગેંગરેપ કર્યો હતો.
પરિણીતાએ મોરબી બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી
પરિણીતાએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમાં અમદાવાદના ઠક્કરનગરમાં વૈભવ બંગલોમાં રહેતા મુકેશ પટેલ, મોરબીના રમેશ અને જયદીપનો સમાવેશ થાય છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, હું મારા પતિ સાથે બે વર્ષથી રહું છું અને રસોઇકામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું, 7 મહિના પહેલા હું અને મારા પતિ બન્ને નરોડા સ્વામિનારાયણ પાર્ક સોસાયટીમાં ભાડે રહેતા હતી અને અમારી બાજુમાં અશોકભાઇ પટેલ રહેતા હતા. તેને નેપાળ ટુરમાં જવું હતું અને સાથે રસોઇયા માટે મને લઇ ગયા હતા. અશોકભાઇ સાથે તેના મિત્ર મુકેશ પટેલ પણ હતા. આથી મુકેશ સાથે મારે ઓળખાણ થઇ હતી.
કારખાને પહોંચી તો મુકેશ પટેલ બેઠો હતો
મુકેશભાઇને મેં રસોઇ કામ માટે કોઇ નોકરી હોય તો કહેજો તેવું કહ્યું હતું. બાદમાં એક મહિના પહેલા મુકેશ પટેલનો ફોન આવ્યો હતો અને મોરબી સીરામીક કારખાનામાં રસોઇકામની જોબ હોવાનું કહ્યું હતું અને મહિને 25 હજાર પગારની વાત થઇ હતી. મુકેશ પટેલે કહ્યું હતું કે કાલે સવારે હું ગાડી લઇને જાવ છું તો મારી ભેગા આવતા રહેજો પરંતુ મેં તેને ના પાડી દીધી હતી અને બસમાં આવીશ તેમ કહ્યું હતું. બસમાં હું મહેન્દ્રનગર ચોકડીએ પહોંચી હતી અને ત્યાંથી હું મુકેશે કહેલ તે કારમાં બેસી ગઇ હતી. કાર એક કારખાનામાં આવીને ઉભી રહી હતી. કારખાનાની ઓફિસમાં જતા મુકેશ પટેલ ત્યાં બેઠો હતો અને તેણે કહ્યું કે સુપરવાઇઝર તરીકેની નોકરી છે અને પગાર 25000 છે આથી મેં હા પાડી હતી.
મુકેશે ફોન કરી જયદીપ અને રમેશને પણ બોલાવી લીધા
મુકેશ પટેલે કહ્યું કે તારે અહીં નોકરી કરવી હોય તો મને અને કારખાનાવાળાને ખુશ કરવા પડશે. બાદમાં મુકેશે રમેશ અને જયદીપને ફોન કરી બોલાવી લીધા હતા. બાદમાં મુકેશે બળજબરીથી મને સોફા પર સુવડાવી કપડા કાઢી નાંખ્યા અને જયદીપ અને રમેશે મારા હાથ-પગ પકડ્યા અને મુકેશે મારી સાથે જળજબરીથી કુકર્મ આચર્યું હતું. બાદમાં રમેશ અને જયદીપે પણ મારી સાથે કુકર્મ આચર્યું હતું