http://https://youtu.be/GgiZEIQOFYA
આમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારી ચૈતન્ય શાહ અને બ્રહ્મભટ્ટ ની તાનાશાહી. આજ રોજ પશ્ચિમ ઝોન ના અધિકારી ચૈતન્ય શાહ અને બ્રહ્મભટ્ટ દ્વારા અંજલી ચાર રસ્તા પાસે આવેલ 50 વર્ષ જુના મંદિરો તોડી પડતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.સ્થાનિકોમાં એક જ વાત ને લઇ ને ચર્ચા હતી કે અમારા જે આ મંદિર તોડ્યા છે તેનાથી 200 મીટર ના અંતરે જ એક મસ્જીદ આવેલી છે તે પણ ગેરકાયદેસર છે તો એ કેમ તોડી પાડવામાં નથી આવતી અને સ્થાનિક કોર્પોરેટર અને ભાજપ પક્ષ ના નેતા અમિત શાહ એક બાજુ એવા દાવા કરી રહ્યા છે કે હું હિંદુ વાદી નેતા છું, તો સ્થાનિકો કહી રહ્યા છે કે તમે હિંદુ વાદી નેતા છો તો આ મંદિરો કેમ તોડવા દીધા અને કોર્પોરેશન દ્વારા મંદિર તોડતા ત્યાં ના સ્થાનિકો દ્વારા રસ્તો રોકીને વિરોધ દર્શાવતા વાસણા પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા મહિલા પોલીસ ને સાથે રાખ્યા વગર જ મહિલાઓ ને ધક્કા મારી ને વિરોધ કરતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારે સ્થાનિક અલગ અલગ હિંદુ સંગઠનો ના લોકો ત્યાં આવી ને કોર્પોરેશન ના અધિકારી ચૈતન્ય શાહ અને બ્રહ્મભટ્ટ ને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. પાલડી અને વાસણા વિસ્તાર માં ઘણી ગેરકાયદેસર દુકાનો અને બિલ્ડીંગો આવેલી છે તો આ અધિકારીઓ દ્વારા તેને કેમ તોડવામાં કે સીલ કરવામાં નથી આવતા અને ખાલી મંદિરો જ તોડી ને હિંદુઓ ને લાગણી દુભાવી રહ્યા છો.