અમદાવાદ : જમ્મુ-કાશ્મીરના પુલવામાના આતંકીઓ અને સેના વચ્ચે થયેલા ફાયરિંગમાં અમદાવાદી જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહના પાર્થિવ દેહને શુક્રવારે સાંજે 6.25 અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. શહીદ જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહના પાર્થિવ દેહની અંતિમયાત્રા મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાંથી નીકળી હતી. શહીદ જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહને અંતિમ વિદાય દેવા માટે મોટી સંખ્યામાં મેઘાણીનગર વિસ્તાર અને શહેરના અન્ય ભાગોમાંથી લોકો ઉમટી પડ્યા હતા.
શહીદને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. અશ્રુભીની આંખે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.