[slideshow_deploy id=’38643′]ભારત સરકારના નાણાં મંત્રાલય તથા એસોસિએટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ), ગુજરાત કાઉન્સિલ તથા એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (એઆઈઆઈબી), વિદેશ મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત સ્વાયત્ત સંશોધન સંસ્થા રિસર્ચ એન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપીંગ કન્ટ્રીઝ (આરઆઈએસ) ના સંયુક્ત ઉપક્રમે બે દિવસની ક્ષેત્રીય પરિષદ “શહેરી વિકાસઃ ટેકનોલોજીકલ ઉપાયો અને શાસનના પડકારો“નો આજથી અમદાવાદમાં પ્રારંભ થયો હતો. આ પરિષદ તા.25 અને 26 જૂન, 2018ના રોજ મુંબઈમાં યોજાનારા એઆઈઆઈબીની ત્રીજી વાર્ષિક બેઠકના સંદર્ભમાં યોજાઈ રહી છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ પૂરીએ શાસનના પડકારો અને વહિવટી તંત્ર આવા પડકારોને પાર પાડવા માટે કેવા આયોજનો કરે છે તે અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતની જીડીપીના અંદાજે 70 ટકા જેટલી રકમ શહેરી વિસ્તારોમાંથી આવે છે. આમ છતાં એવા ઘણાં ક્ષેત્રો છે કે જેને માળખાકિય સુવિધાના વિકાસ માટે કોર્પોરેશન દ્વારા કર એકત્રીકરણ હેઠળ આવરી લઈ શકાય તેમ છે. તેમણે રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નરોના, રાજ્યની સ્થાનિક સંસ્થાઓની કર ક્ષમતાના નહીં આવરી લેવાયેલા હિસ્સાને આવરી લેવા માટે વિવિધ ક્ષેત્રોમાં ડેપ્યુટ કરવાની સરકાર અને કોર્પોરેશનની યોજના અંગે વાત કરી હતી.
એસોચેમની વેસ્ટર્ન કાઉન્સિલના કો-ચેરમેન શ્રી ભરત પટેલે શહેરીકરણના એકંદર દ્રષ્ટિકોણની વાત કરતાં કહ્યું કે શહેરીકરણનો 32 ટકાનો ગુણોત્તર ઘણો નીચો છે. તેમણે કહ્યું કે વર્ષ 2031 સુધીમાં શહેરી વસતિની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને હાલની શહેરી વસતિના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે શહેરી માળખાગત સુવિધાઓ અને સેવાઓ માટે ઓછામાં ઓછા 640.2 અબજ ડોલરની જરૂરિયાત છે.