એક જ પરિવારના બે સગા ભાઈઓ કે જે બંને પોલીસ ખાતામાં નોકરી કરતા હતા તે બંનેને કોરોના ભરખી ગયો. ઠાકોર પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા મુકેશ સોમભાઈ ઠાકોરનું આજે કોરોનાના કારણે અવસાન થયું, પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
મુકેશભાઈ સોમાભાઈ ઠાકોર અમદાવાદ પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા મુકેશભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ આજે તેમનું અવસાન થયું.
મુકેશભાઈના નિધનના સમાચારથી પરિવાર જાણે કે પડી ભાંગ્યો છે. ભરતજી ઠાકોર કારણ કે પરિવાર હજી એક પુત્રના શોકમાંથી બહાર નહોતું આવી શક્યો ત્યાં કોરોના બીજા પુત્રને પણ ભરખી ગયો. મુકેશભાઈના ભાઈ ભરતજી ઠાકોરનું પણ થોડા દિવસો પહેલા કોરોના કારણે અવસાન થયું હતું. તેઓ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં pso તરીકે ફરજ બજાવતા હતા.