UP: ગુનો કરીને આરોપી પંજાબ ભાગી ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા સ્કેચ જાહેર કર્યા પછી પંજાબમાંથી તેને ઝડપ્યો
UP: અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના દિવસે કાર ધીમે ચલાવવાની ટકોર કરવા બાબત MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનને જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપી વિરેન્દ્રસિંહને 13 નવેમ્બરના રોજ પંજાબના સંગરૂરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના મેરઠના નિવાસી અને MICAમાં અભ્યાસ કરતાં પ્રિયાંશુ જૈનની હત્યા એક પોલીસ કોન્સ્ટેબલના હાથે થઈ હતી. જૈનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે જીવ બચાવી ન શક્યો. આ બાદ, પોલીસે બેચમેટના ફરિયાદને આધારે એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરૂ કરી. અમદાવાદ પોલીસે આરોપીને પંજાબમાંથી પકડ્યો છે, જ્યાં તે ઘટના બાદ ભાગી ગયો હતો.
રોડ રેજની આ ઘટનામાં એક વિદ્યાર્થીનો જીવ ગયો
MICAમાં અભ્યાસ કરતા પ્રિયાંશુ જૈને કાર ચાલકને વધુ ઝડપે વાહન ચલાવવા માટે ઠપકો આપ્યો હતો, જેના પછી આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. કાર ચાલકે મોટરસાઇકલ પર જતાં બંને વિદ્યાર્થીઓનો પીછો કર્યો અને મારામારી દરમિયાન પ્રિયાંશુને ગંભીર ઇજાઓ પહોંચાડી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તેના મિત્રે અન્ય રાહદારીઓની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ગંભીર ઘાતક ઇજાઓના કારણે ઝાયડસ હોસ્પિટલમાં રિફર કર્યા બાદ પ્રિયાંશુનું મૃત્યુ થયું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સરખેજ પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ જ આ ઘટનામાં સંડોવાયેલો છે. મંગળવારે પોલીસએ આરોપીનો સ્કેચ જાહેર કર્યો.
આરોપી કોન્સ્ટેબલ પંજાબ ભાગી ગયો
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રોડ રેજની ઘટના પછી કોન્સ્ટેબલ વિરેન્દ્ર સિંહ પઢિયારે પ્રિયાંશુ જૈન પર છરીથી હુમલો કરી દીધો, અને ત્યારબાદ પઢિયાર પંજાબ ભાગી ગયો. હાલમાં, પોલીસે આરોપી કોન્સ્ટેબલને પકડી લીધો અને તેની ધરપકડ કરી છે. દેશની પ્રતિષ્ઠિત સંસ્થા MICAએ આ ઘટનાએ શોક વ્યક્ત કર્યો છે. મૃતક પ્રિયાંશુ જૈનના બેચમેટ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, અને પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.