વિશ્વભરમાં આજે વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ રહી છે. અલબત્ત દેશભરમાં ઘણી જગ્યાઓ સહિત ગુજરાતમાં પણ હિન્દુ સંગઠનો દ્વ્રારા પાશ્ચાત્ય સંસ્કૃતિ ના આંધળા અનુસરણ નો વિરોધ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યકરો ની અટકાયત કરી છઅમદાવાદમાં પણ આજે હિન્દૂ સંગઠન બજરંગ દળ દ્વારા વેલેન્ટાઈન ડે જેવા પાશ્ચાત્ય સંસ્ક્રુતિના અનુકરણ અને લવ જેહાદના નામે યુવાધન ગેરમાર્ગે ન દોરાય એ માટે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે.
બજરંગ દળના સંયોજક જ્વલિત મહેતા અને કાર્યકરો એ શહેરની જુદી જુદી કોલેજો અને જાહેર સ્થળો ઉપર યુવાનો અને યુવતીઓને પત્રિકાઓ વહેંચી વેલેન્ટાઈન ડે થી અળગા રહી ભારતીય સંસ્કૃતિને વળગી રહેવા સમજાવ્યા હતા.
તેમણે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી કોલેજો અને બાગ બગીચા જેવી જાહેર જગ્યા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યુ હતુ. જેના ભાગરૂપે ઉસમાનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન ખાતે વિરોધ પ્રદર્શન યોજયું હતું.
જ્વલિત મહેતા કહે છે કે, અમે પ્રેમના વિરોધી નથી. પણ ‘વેલેન્ટાઈન ડે જેવા ધતિંગ એ ભારતીય સંસ્કૃતિ નથી. આ પ્રકારના તહેવારના કારણે યુવાધન ગેરમાર્ગે દોરાય છે. આથી આજે દિવસભર બજરંગ દળના કાર્યકરો તેમને પત્રિકાઓ વહેંચી ગેરમાર્ગે ન દોરવાવા સમજાવશે.