ગુજરાતનો મેગાસિટી અમદાવાદમાં ઉનાળા પહેલાં જ પાણીકાપની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે જુદા જુદા સાત ઝોનમાં પાણી કાપ કરવામાં આવશે પરિણામે લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ઉનાળાને હજુ એક મહિનાનો સમય બાકી છે, ત્યારે અમદાવાદમાં અત્યારથી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સુત્રો જણાવે છે કે ‘ પૂર્વ વિસ્તારમાં આવેલી અનુપમ થિયેટર પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. પરિણામે કોતરપુર વોટર વર્કસમાંથી પાણીનો જે પુરવઠો આવે છે તેને તાત્કાલિક બંધ કરવો પડશે.
કોતરપુર વોટર પાર્કમાંથી આવતો પાણીનો પુરવઠો બંધ થતાં અમદાવાદમાં ખાસ કરીને ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને પૂર્વ ઝોનમાં પાણીની વિકટ સમસ્યાઓ ઊભી થશે. આથી અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા છે અનુપમ થિયેટર પાસે પાણીની પાઇપલાઇનમાં પડેલાં ભંગાણના સમારકામ કરાવવા દોડદાડ શરૂ કરી છે.