સુરત ,ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં દીલ દહેલાવીદે તેવા માસુમ બાળકો સાથેના દુષ્કર્મના કિસ્સાઓએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. દેશભરમાંથી અા મામલે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. આ કેન્ડલ માર્ચમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ જોડાયા હતા.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સુરત અને જમ્મુ કાશ્મીરમાં ૮થી૧૦ વર્ષની બાળા પર અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે અને ઉત્તરપ્રદેશમાં ૧૭ વર્ષ ની છોકરી પર ભાજપના ધારાસભ્યે બળાત્કાર કર્યો છે.અમે આજે સરકારની વિરુદ્ધમાં નહિ પણ આટલું બન્યા પછી હજુ પણ ઘરમાં બેઠેલા લાખો માં-બાપને જાગૃત કરવા નીકળ્યા છીએ.
ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગયી છે.ગુજરાતની ભોળી જનતાએ જાગૃત થવાની જરૂર છે.જો કે સુરતમાં ૧૧ વર્ષની બાળકી પર રેપ અને ત્યારબાદ તેની હત્યાનો કિસ્સો સામે આવતા હાર્દિક પટેલે ભાજપ સરકાર આક્રમક પ્રહાર શરૂ કરી દીધાં છે.