આજકાલ રાજ્યમાં મહિલાઓ પર ગુનાખોરીના કિસ્સાઓ વધતા જાય છે. અસામાજિક તત્વોને જાણે કાયદાની બીક જ ના હોય તેમ મહિલાઓ પર શારીરિક અને માનસિક અત્યાચારો ગુજારી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ગીતામંદિર વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાના ન્યુડ ફોટા પાડી પતિએ જ વાઇરલ કર્યા હતા.
આ ઘટનામાં એવું કહેવાય છે કે અમદાવાદના કાગડાપીઠ પાસે રહેતા પતિ સાથે ઝઘડો થતાં પત્નીના નામનુ વોટ્સઅપ ગ્રુપ બનાવી ન્યુડ ફોટા વાઇરલ કર્યા હતા. અગાઉ પણ સગા ભાઇ અને પરિવારને પણ ફાટો વાઇરલ કર્યા હતા. પતિ ઘરે માર મારી ત્રાસ આપતા આ અંગે કાગપાડીઠ પોલીસ સ્ટેશનમાં 9મી નવેમ્બરે ફરિયાદ નોધાવી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગીતામંદિર વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી રેખાને મકરબા ખાતે રહેતા સમીર સાથે પ્રેમ થઇ ગયો હતો. આશરે બે માસ પહેલા પતિ સમીરે રેખાના ઘરેથી 1 લાખ દહેજ પેટે મંગાવ્યા હતા. દહેજ નહી લાવે તો નહી રાખુ કહીને ત્રાસ આપતો હતો. વારંવાર માર મારતો અને ત્રાસ આપતો હતો. જેથી રેખા તેના પીયરમાં આવી ગઇ હતી.
આશરે 15 દિવસ પહેલા સમીરે પત્ની રેખાના નામે એક ગ્રુપ બનાવ્યું હતુ. આ ગ્રુપમાં તેણે તેની પત્ની રેખાના ન્યુડ ફોટા મુકી દેતા ગ્રુપના સભ્યો પણ ચોંકી ગયા હતા. રેખાના ન્યુડ ફોટા જોઇ તેને બધાએ કોલ કર્યા હતા. અગાઉ એક માસ પહેલા પણ સમીરે રેખાના ન્યુડ ફોટા તેના સગા ભાઇ અને ઘરના બીજા સભ્યોના મોબાઇલ પર વાઇરલ કરી દીધા હતા.
ન્યુડ ફોટા ક્યારે પતિએ પાડી લીધા તેની તેને જાણ ન હતી. આ અંગે પત્નીએ પતિ સામે ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.