પોલીસના હોદ્દાને શર્મચાર કરે તેવી ઘટના સામે આવી છે. પોલીસનું કામ નાગરિકનું રક્ષણ કરવાનું હોય છે નહી કે તેમને ખોટી રીતે ડરાવવાનું કે ધમકાવવાનું આ ઘટના છે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીસારા તેમજ તેઓના વહીવટદાર રાજભાની આ ઘટનામાં મોટો હાથ રાજભાનો બતાવવામાં -આવ્યુ છે તેમણે મહેબુબખાન નસરતખાન શાહજાદાના પુત્ર સલીમખાન જે હાલ રહે. ફજલે રહેમાની સોસાયટી, વિશાલા હોટલની સામે રહે છે જેમની ઉપર જમીનની ગેરસમજણના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમા જમીન માલીક અને જમીન ખરીદનાર વચ્ચેની ગેરસમજો દુર થતા આ ગુન્હાના સહઆરોપી ખરાદનાર અંકિતભાઇની પીટીશન અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા તા. 9-6-2018ના રોજ સમગ્ર ફરિયાદ રદ્ કરતો હુકમ કરવામાં આવેલો ફરિયાદ રદ્દ થયા પછી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ છતાં વટવા પો.સ્ટે.ના વહીવટદાર રાજભા જે હાલ રીવર ફ્રન્ટ પોલીસ સ્ટેશન જે જમાલપુર બ્રીજના નીચે આવેલ છે ત્યા નોકરી કરે છે. તેઓના કહેવાથી વટવા પો.સ્ટે.ના ઇન્સ્પેક્ટર સીસારાના કહેવાથી સલીમને ખોટા દસ્તાવેજો અને જમીન પડાવી લેવાના ગુન્હામાં અરેસ્ટ કરવા ઘરે પહોચ્યા પણ હકીકતમાં તે ગુન્હાની એફ.આઇ.આર.ગુજરાત હાઇકોર્ટ દ્રારા રદ્દ કરવામાં આવી હતી. અને આવુ સલીમખાને કહ્યુ તો તેઓએ કહેલ કે બહુ હોશિયાર થઇ ગયો છો સીધી રીતે પોલીસ સ્ટેશન ચાલ નહીતર ઘસડીને લઇ જઇશુ. જેથી સલીમખાન ડરીને તે વટવા પોલીસ સ્ટે.ને લઇ ગયેલ. અને રાજભા દ્રારા તેમને ધાક ધમકાવી કોશીશ કરેલ.તો તેમણે કહ્યુ કે હોશીયારી કરીશ તો સર્વે નં.90 વાળી જમીનનો જે કેસ છે તેમાં ફરિયાદ દાખલ કરીને તને ફરી વખત પુરી દઇશ. જેથી સલીમખાન ડરી ને પુછ્યુ શુ સમજવાનુ છે તો તેઓએ કહેલ કે પી.આઇ.સાહેબ સાથે વ્યવહાર સમજવો પડશે તો સલીમખાને કહ્યુ કે આ મેટર પુરી કરવા માટે તમે અગાઉ એક વખત પાંચ લાખ અને બીજી વખત અગિયાર લાખ એમ સોળ લાખ તો મારી પાસેથી લઇ ગયા છો. તો રાજભા એ કહ્યુ કે તે પૈસા તો મે ડીસીપી સાહેબ અને તે સમયના પી.આઇ. સાહેબને આપી દીધી હતા હવે આ નવા પી.આઇ. સાહેબ આવ્યા છે તેથી વ્યવહાર સમજવો પડશે. અને તેમ કહ્યુ કે આ કેસનો નિકાલ સીસારા સાહેબ પાસે જ છે. અને રાજભા દ્રારા એમ પણ કહેલ કે કોઇ હોશીયારી કરી તો સર્વે નં. 90 વાળો ગુન્હો દાખલ કરી દેશે જેથી તેણે ડરીને કહ્યુ કે કંઇક દો તો રાજભા એ કહેલ કે સાહેબને બાર લાખ અને મારા ત્રણ લાખ મળીને કુલ પંદર લાખ આપવા પડશે તો સલીમખાને કહ્યુ કે આટલા પૈસા મારી પાસે હાલ નથી ઇદ પછી થોડા આપીશ અને ત્યાર બાદ રાજભાએ પોલીસના માણસોને માર મારવાથી રોક્યા. અને કહ્યુ કે જો તુ પૈસા નહી આપે તો તારી જીંદગી હરામ કરી નાખશુ. અને ત્યારબાદ તેમનું સ્ટેટમેન્ટ લીધુ અને ત્યારબાદ સલીમખાનને છોડ્યો પણ આ વાત અહી પુરી નથી થાતી.
ઇદના ચાર પાંચ દીવસ પછી રાજભા અને ઇલ્યાસએ સલીમખાનને પૈસા આપવા બોલાવ્યો તો તેમને તેમના સંબંધી પાસે પાંચ લાખની વ્યવસ્થા કરીને આપ્યા ત્યારબાદ રાજભાએ ધમકી આપી કે બાકીના પૈસા તા. 25 સુધીમાં મળી જવા જોઇએ અને ધમકી પણ આપેલ અને કહ્યુ કે ચાલાકી કરવાની કોશીષ કરીતો અમદાવાદમાં નહી રહેવા દવ. અને સલીમખાન થી પૈસાની વ્યવસ્થા ન થતા રાજભાએ સલીમને ધમકાવ્યો અને કહ્યુ કેમ પૈસા નથી કાઢતો તને ખબર છે ને કે હુ કોણ છુ. હુ કોઇ થી ડરતો નથી અને વધુ માં કહ્યુ કે રાજસ્થાનની લુંટ કરેલી ગાડી આવેલી જેમાં મારા વિરૂધ્ધ ફરિયાદ થઇ હતી. તે પેપરમાં આવવા છતા કોઇ મારૂ કશુ જ બગાડી શક્યુ નહીં હું પ્રદિપસિંહ જાડેજાનો ભત્રીજો છુ.અને કહ્યુ કે હુ પુરા અમદાવાદના પોલીસ સ્ટેશનનો વહીવટ કરૂ છુ. તારાથી થાય તે કરી લે જે પણ તારે પૈસા તો આપવા જ પડશે. અને કહ્યુ કે સર્વે નં. 90 વાળી મેટર પેન્ડિંગ પડેલ છે અને પૈસા નહી આપે તો ગમે તેમ કરીને તને ફસાવી દઇશ. આમ કહી તે ચાલ્યા ગયા અને રાજભા સલીમને વારવાંર ફોન કરી પૈસા આપી જવા દબાણ કરી રહ્યો છે.
ત્યારબાદ તેઓને જાણવા મળ્યુ કે રાજભાએ આપેલ ધમકી મુજબ નારણપુરા પો.સ્ટે.માં સર્વે નં. 90 ની મેટરના સંબંધે ગુન્હો દાખલ કરવાની ધમકી પણ આપેલ હતી. વહીવટદાર પોલીસવાળા રાજભા, પી.આઇ, સીસારા વટવા પો.સ્ટે.ના અધીકારી અને કર્મચારી, ઇલ્યાલ ઝુંગુરઆ તમામે કાવતરૂ રચી સલીમખાનને ફસાવવાની કોશીશ કરેલ અને આ પહેલા 16 અને ત્યાર બાદ 15 લાંખ લાંચ લેવાનું કાવતરૂ રચવામાં આવ્યુ હતુ તે પૈકી પાંચ લાખ રૂપિયા કઢાવીને ગુનાહીત કૃત્ય કરેલ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.