નારણપુરા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર બિલ્ડીંગ ના દસમા માળે થઈ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે .
ઘાટલોડિયા પોલીસે આ બાબતે અકસ્માત મોત નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ નારણપુરા વિસ્તારના અમી અપાર્ટમેન્ટમાં રહેતા સુમિતાબેન દુમડિયા (ઉ.૩૮)આજે સવારે કોઈ અગમ્ય કારણોસર સરદાર આવાસ નામની બિલ્ડિંગના 10મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી તેમની માનસિક બીમારીની દવા ચાલતી હતી. જેથી ઘાટલોડિયા પોલીસે આ બાબતે અકસ્માત મોત નો કેસ અને તપાસ હાથ ધરી છે આ કેસની તપાસ પીએસઆઈ એ આર ડાંગર કરી રહ્યા છે.