ગુજરાત યુનિવર્સિટીમાં એમબીએ-એમએસસી આઈટી તેમજ લૉ સહિતના પાંચ વર્ષના 10થી વધુ જુદા જુદા ઈન્ટિીગ્રેટેડ કોર્સ ચાલે છે. જેમાં હાલ દરેક કોર્સમાં ત્રણ વર્ષના યુજી અને બે વર્ષના યુજી-પીજીના અલગ અલગ ફોર્મેટ તેમજ અલગ અલગ ક્રેડિટ ગુણ છે. જેને લઈને મુશ્કેલીઓ ઉભી થતી હોવાથી યુનિ.દ્વારા હવે આ તમામ ઈન્ટિગ્રેટેડ કોર્સને એક જ ફોર્મેટ અને એક સ્ટ્રકચરમા બદલવાનો નિર્ણય કર્યો છે. જેમાં ચાર વર્ષે યુજી ઓનર્સની ડિગ્રી અપાશે અને પાંચમુ વર્ષ પીજીનું રહેશે.
સિન્ડીકેટમાં કુલપતિએ પ્રસ્તાવ મુક્યો જેને હાલ પ્રાથમિક તબક્કે મંજૂરીઃ
યુનિ.માં ચાલતા 10થી વધુ કોર્સના ક્રેડિટ ગુણ, માર્કિંગ પેટર્ન પણ કોમન કરાશે. ગુજરાત યુનિ.માં બી.કે સ્કૂલ ઓફ મેનેજમન્ટ તેમજ કે.એસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ઘણા વર્ષોથી ધો.12 પછીના પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ કોર્સ ચાલે છે અને એમબીએ ઈન્ટિગ્રેટેડ તથા એમએસસી આઈટી ઈન્ટિગ્રેટેટ સહિતના આ બે કોર્સ ઉપરાંત યુનિ. દ્વારા છેલ્લા બે-ત્રણ વર્ષમાં અનેક નવા ઈન્ટિગ્રેટેડ કોર્સ શરૂ કરાયા છે. આ વર્ષે પણ ત્રણ નવા ઈન્ટિગ્રેટેડ કોર્સ શરૂ કરવામા આવ્યા છે.
જેમાં એમએસસી ઈન એનિમેશન તેમજ એમએસસી ઈન મોબાઈલ કોમ્પ્યુનિકેશન ઉપરાંત એમએસસી ઈન એક્યુરલ સાયન્સ, એમએસસી ઈન ડેટા સાયન્સ, એમએસસી ઈન અપ્લાઈડ જીયોલોજી સહિતના કોર્સ છે. લૉમાં પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ પણ ચલાવાય છે.
પાંચ વર્ષનો મેરિટાઈમ મેનેજમેન્ટનો પણ ઈન્ટિગ્રેટેડ કોર્સ શરૃ
સાથે આ વર્ષે પાંચ વર્ષનો મેરિટાઈમ મેનેજમેન્ટનો પણ ઈન્ટિગ્રેટેડ કોર્સ શરૃ કરાયો છે અને આમ હાલ યુનિ.માં કુલ મળીને 10થી વધુ ઈન્ટિગ્રેટેડ કોર્સ ચાલે છે, જેમાં હાલના સ્ટ્ર્કચર મુજબ ત્રણ વર્ષે યુજીની ડિગ્રી અપાય છે અને પાંચ વર્ષ પુરા કર્યે પીજીની ડિગ્રી મળે છે. આ પરંતુ તમામ કોર્સમાં જુદા જુદા કોર્સ -યુનિટ સ્ટ્રક્ચર હોવા સાથે દરેક કોર્સના ડિગ્રી ફોર્મેટ અલગ અલગ છે તેમજ દરેક કોર્સની માર્કિંગ પેટર્ન અને ક્રેડિટ ગુણ પેટર્ન અલગ અલગ છે.
જેથી યુનિવર્સિટી દ્વારા જે યુજીસી આગામી સમયમાં ચાર વર્ષનો યુજી ઓનર્સ ડિગ્રી કોર્સ લાવવા જઈ રહી છે તેને અનુરૃપ આ તમામ ઈન્ટિગ્રેટેડ કોર્સમાં ચાર વર્ષની યુજી ડિગ્રી અને પછીના એક વર્ષની પીજી ડિગ્રીનું કોમન ફોર્મેટ કરવાનો પ્રાથમિક પ્રસ્તાવ તૈયાર કરાયો છે.
આ તમામ ઈન્ટિગ્રેટેડ કોર્સમાં ચાર વર્ષ પૂર્ણ કર્યા વિદ્યાર્થીને યુજી ઓનર્સની ડિગ્રી અપાશે અને એક્ઝિટ એન્ટ્રી પણ અપાશે એટલે કે વિદ્યાર્થી ચાર વર્ષ બાદ અભ્યાસ છોડવો હોય તો છોડી શકે અને જો આગળ કરવો હોય તો પાંચ વર્ષ પુરા કર્યે એક વર્ષની પીજીની ડિગ્રી અપાશે.
તમામ ઈન્ટિગ્રેટેડ કોર્સમાં અલગ અલગ ફોર્મેટ અને અલગ સ્ટ્રકચર
ગુજરાત યુનિ.ના કુલપતિએ જણાવ્યું કે તમામ ઈન્ટિગ્રેટેડ કોર્સમાં અલગ અલગ ફોર્મેટ અને અલગ સ્ટ્રકચર છે જેથી હાલ અમે તમામ ઈન્ટિગ્રેટેડ કોર્સને એક કોમન ડિગ્રી ફોર્મેટ અને કોમન ક્રેડિટ ગુણ-માર્કિગ સ્ટ્રકચરમાં મુકવાનું વિચાર્યુ છે.જે માટે હાલ સીન્ડીકેટમાં પ્રસ્તાવ મુકાયો છે. જેમાં મંજૂરી મળી છે.
મહત્વનું છે કે હાલ તો તમામ ઈન્ટિગ્રેટેડ કોર્સમાં અલગ અલગ રીતે પ્રવેશ થાય છે પરંતુ કોમન ફોર્મેટ અને કોમન સ્ટ્રકચર થયા બાદ તમામ ઈન્ટિગ્રેટેડ કોર્નસી કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા પણ થઈ શકે છે.