રાજ્યની 6 બેઠક પર યોજાયેલ પેટાચૂંટણીની ગણતરી પૂર્વે ભાજપના તમામ ઉમેંદવારોએ જીતનો દાવો કર્યો છે. જેમાં અમરાઇવાડીના ભાજપના ઉમેદવાર જગદીશ પટેલે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. જ્યારે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરેએ ગુજરાતની તમામ 6 બેઠક પર ભાજપનો વિજય થશે તેવો દાવો કર્યો છે.
તમામ બુથ પર મતગણતરી ચાલુ થઇ ગઇ છે જેમાં બેલેટ પેપર પર અત્યાર સુધી બાજપ તમામ બેઠકો પર સૌથી આદળ ચાલી રહી છે પણ હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને ભાજપની કાંટાની ટક્કર ચાલી રહી છે.
મહારાષ્ટ્ર-હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં યોજાયેલે વિધાનસભા ચૂંટણી તેમજ પેટાચૂંટણીનું આજરોજ પરિણામ સામે આવશે. જેમાં રાજ્યની 6 વિધાનસભા બેઠકની યોજાયેલ પેટાચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં પ્રથમ બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપરની મતગણતરીમાં ભાજપ 5 બેઠક પર હાલ આગળ જોવા મળી રહ્યું છે જ્યારે ખેરાલુમાં કોંગ્રેસ આગળ છે.
સુરક્ષાના ભાગરૂપે SP,DySP,PI અને PSI સહિત પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો CRPF અને SRPની ટૂકડીઓને પણ તૈનાત કરવામાં આવી છે. મહત્વનું છે કે,થરાદ બેઠક પર સૌથી વધુ મતદાન નોંધાયુ હતું. જ્યારે અમરાઈવાડી બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયુ હતું.