રાજ્યસરકાર દ્રારા તાજેતરમાં તમામ પોલીસકર્મીઓના પગાર ભથ્થામાં વધારો કર્યો છે તે માટે ગૃહવિભાગ દ્રારા તમામ પોલીસકર્મીઓને એફિડેવિડ કરવાની વાત કરી હતી જોકે આ એફિડેવિડને લઇ હજુ પણ કેટલાક પોલીસકર્મી આંતરિક નારાજ ચાલી રહ્યા છે અને સોશિયલ મિડિયા પર એફિડેવિડ સામે વિરોધ કરતો કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવ્યુ હતુ આજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીની અઘ્યક્ષતામાં આજે ગૃહવિભાગની બેઠક મળશે બે દિવસ અગાઉ એફિડેવિડ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ નિવેદન આપ્યુ હતુ
જેમાં તેમણે કહ્યુ કે પોલીસને પોતાની વાત રજૂ કરવાનું હંમેશા હક હોય છે તેની એક સિસ્ટમ હોય એ સિસ્ટમ હોય ડાક ફરિયાદ સમિતિ જે પોલીસની સિસ્ટમની અંદર વર્ષોથી છે આ બાયંધરી પત્રકથી ડાક ફરિયાદ સમિતિ પર ફરિયાદ કરવાનો હક તેમનાથી છીનવાતો નથી જો એવી માન્યતા છે કે પોલીસકર્મીઓનો વધારેલો ભથ્થો અટકી જશે કોઇને કોઇ પ્રશ્ન હોય તો તેના સિનિયર અધિકારીને વાત કરશે તેના 100 ટકા માહિતી મળી જશે