Amarnath Yatra fitness certificate : અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ ફરજિયાત: જાણો તમારા શહેરમાં ક્યાં મળે છે સર્ટિફિકેટ અને શું છે સંપૂર્ણ પ્રક્રિયા
Amarnath Yatra fitness certificate : અત્યારના સમયગાળામાં ભાવિકો માટે સૌથી પાવન અને કઠિન યાત્રાઓમાંની એક ગણાતી અમરનાથ યાત્રા 2025 માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલશે અને 39 દિવસની રહેશે. યાત્રાળુઓ માટે સરકાર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે, જેની પ્રક્રિયા આજે એટલે કે 11 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે.
આ લેખમાં અમરનાથ યાત્રા માટે ગુજરાતના મહત્વના શહેરોમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની સંપૂર્ણ માહિતી આપી છે:
સુરત: નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલ
સ્થળ: નવી સિવિલ કેમ્પસ, જૂના MICUમાં
સુવિધાઓ: કેસ પેપર બારી, લેબ, ઈસીજી, ડૉક્ટર
ચાર્જ: તમામ તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે
સ્મિમેર: 14 એપ્રિલથી ગ્રાઉન્ડ ફ્લોર, મલ્ટીલેવલ પાર્કિંગ
નોટ: ભીડ વધારે હોવાથી સિનિયર સિટિઝન માટે અલગ વ્યવસ્થા થવી જોઈએ, એવી માંગણી.
વડોદરા: જમનાબાઈ, ગોત્રી, સયાજી હોસ્પિટલ
જમનાબાઈ હોસ્પિટલ: સોમ-શુક્ર, સાંજે 4થી 5 વાગ્યા, દૈનિક 50 લાભાર્થી
સયાજી હોસ્પિટલ: OPD 18માં, બપોરે 2થી 5
ગોત્રી હોસ્પિટલ: સવારે 9.30થી 10.30, 2 કલાકમાં રિપોર્ટ, ત્યારબાદ સર્ટિફિકેટ
ફોર્મ અને આધાર કાર્ડ સાથે જ આવવું પડશે
અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલ
સમય: સવારે 9થી 1 સુધી
ચેકઅપ: છાતીનો એક્સ-રે, બ્લડ ટેસ્ટ, ઈસીજી, હૃદય અને શ્વાસની તપાસ
ગંભીર હૃદય કે શ્વાસની તકલીફ હોય તો UN મહેતા હોસ્પિટલમાં રિફર, અને જરૂર જણાય તો ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં ન આવે.
રાજકોટ: પદ્મકુંવરબા અને સિવિલ હોસ્પિટલ
પદ્મકુંવરબા: મંગળ અને શુક્રવારે
સિવિલ: સોમ-શનિ, સવારે 9થી 1
દૈનિક મર્યાદા: 50 યાત્રાળુઓ
પ્રક્રિયા: રૂમ નં. 1, 10, 16, 17, 18, 21 વગેરેમાં અલગ-અલગ તપાસ
જરૂરી દસ્તાવેજ: આધાર કાર્ડ, અમરનાથ યાત્રા ફોર્મ, ફોટોગ્રાફ
ગત વર્ષે રાજકોટમાંથી 2119 અને વડોદરામાં 3000થી વધુ યાત્રાળુઓને સર્ટિફિકેટ અપાયું હતું. આ વર્ષે આ આંકડો વધી શકે છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
યાત્રા માટે ફિટનેસ ફરજિયાત છે.
ગંભીર હૃદયરોગ કે શ્વાસની તકલીફ હોય તેવા યાત્રાળુઓને સર્ટિફિકેટ મળતું નથી.
ફોર્મ, આધાર કાર્ડ અને ફોટા સાથે જ પહોંચવું જરૂરી.
એક અઠવાડિયાના ટોકન એડવાન્સમાં આપવામાં આવી રહ્યા છે.