અમદાવાદઃ રવિવારે હોળીના તહેવારે સાંજના હોલિકા દહન થયું હતું. અને હોળીની જ્વાળા ઉપર વરસાદની આગાહી પણ થતી હોય છે ત્યારે આ વર્ષે હોળીની જ્વાળ પરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમણે આ ચોમાસામાં 98 ટકા વરસાદ પડશે તેવી આગાહી કરી છે.
હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે તેના પરથી વરસાદનો અંદાજ લગાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે. અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે 98 ટકા વરસાદ પડવાની સાથે સાથે તેઓએ એવી પણ આગાહી કરી છે કે વરસાદ સામાન્ય રહેશે પરંતુ બે વરસાદ વચ્ચે થોડો વધારે સમય રહેવાની સંભાવનાથી ખેડૂતોએ વચ્ચેના સમયમાં સિંચાઈ પર નિર્ભર રહેવું પડશે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં મ મહિનામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલના વરતારા પ્રમાણે પશ્ચિમનો પવન હોવાથી ગુજરાત માટે એકંદરે આ વર્ષ સારું રહેશે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં હવામાનની વિષમ સ્થિતિ રહેશે, જેનાથી 2020ની સરમાણીમાં 2021માં વરસાદ ઓછો વરસાદ પડી શકે છે.
આ વર્ષે 98 ટકા વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ઉત્તર-પશ્ચિમના ભાગોમાં વરસાદની અનિયમિતતા રહી શકે છે. એટલે કે એક વરસાદ અને અને બીજા વરસાદ વચ્ચે ગાળો વધારે રહી શકે છે. આથી આ વચ્ચેના ગાળામાં ખેજૂતોએ સિંચાઈ પર નિર્ભર રહેવું પડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડશે પરંતુ હવામાનની વિષમ સ્થિતિની ખેતી પર અસર પડશે. આ વર્ષે બંગાળના ઉપસાગરમાં એપ્રિલથી જૂન દરમિયાન વધારે વાવાઝોડા થાય તેવી સંભાવના રહેલી છે. આ ઉપરાંત મે માસમાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.