Ambalal Patel Weather Forecast: અંબાલાલની ઘાતક આગાહી: 10 મેથી અરબ દેશ તરફથી આવી શકે છે વિકરાળ વાવાઝોડું!
અમદાવાદ, શનિવાર
Ambalal Patel Weather Forecast: અંબાલાલ પટેલની હવામાન આગાહી મુજબ, ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. તેઓએ જણાવ્યું કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કરા પડવાની સંભાવના છે, જેના કારણે ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને પૂર્વીય ગુજરાતના કેટલાક ભાગોમાં સવારના સમયે હળવી ઠંડી અનુભવાઈ શકે.
આગામી માર્ચ અને એપ્રિલ મહિનામાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. 4 માર્ચથી દિવસ દરમિયાન ગરમીમાં વધારો જોવા મળશે. 7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી, કચ્છમાં 32 ડિગ્રી, ઉત્તર સૌરાષ્ટ્રમાં 34 ડિગ્રી, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 30 ડિગ્રી, જૂનાગઢમાં 36 ડિગ્રી અને વલસાડમાં 36 ડિગ્રી રહેવાની સંભાવના છે.
7 માર્ચ પછી ગુજરાતમાં ગરમીમાં વધારો થશે. દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. જૂનાગઢમાં 39 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી અને કચ્છમાં પણ 40 ડિગ્રી જોવા મળશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઉનાળાની શરૂઆત સાથે ગરમીમાં વધારો થશે. માર્ચમાં સતત પશ્ચિમી વિક્ષેપોની અસર રહેશે, જેમાં 4થી 10 માર્ચ સુધી હવામાનમાં ફેરફાર થશે. 23 માર્ચ પછી ઉનાળાની અસર વધુ સ્પષ્ટ થશે, અને 26 એપ્રિલથી રાજ્યમાં કઠિન ગરમી પોસાય તેવી શક્યતા છે. કેટલાક રાજ્યોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતાઓ પણ છે. 10 મે પછી ગુજરાતમાં આંધી-વંટોળ વધવાની સાથે અરબ દેશ તરફથી પવન ફૂંકાઈ શકે.
અમદાવાદ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટશે. ઉનાળાના મહિનાઓમાં સામાન્ય તુલનામાં મહત્તમ અને લઘુતમ તાપમાન ઊંચું રહેશે, હિટવેવના દિવસોમાં વધારો થવાની શક્યતા છે.
સામાન્ય રીતે, ગુજરાતમાં ઉનાળાની શરૂઆત મહાશિવરાત્રિ બાદ થાય છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે હવામાનમાં ઠંડક વધી છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે સ્થિતિ બગડી છે. આ વિસ્તારોમાં સતત હિમવર્ષા થવાના કારણે માર્ગો અવરોધિત થઈ ગયા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભૂસ્ખલન પણ નોંધાયો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીકના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન સાથે નીચા દબાણનો વિસ્તાર બન્યો છે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજવાળા વાદળો ઉઠી રહ્યા છે. આ સ્થિતિમાં પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, સાથે વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે હિમવર્ષા થઈ શકે છે.