AMC: પાછલા કેટલાક દિવસોથી બ્રિજને લઈ દેશભરમા હોબાળો મચી ગયો છે. ખાસ કરીને બિહારમાં એક પછી એક 13 બ્રિજ તૂટવાની ઘટનાઓની અસર અમદાવાદ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલનું તંત્ર રાતોરાત હરકતમાં આવી ગયું છે અને અમદાવાદના પુલોની સમીક્ષા કરીને રિપોર્ટ તૈયાર કરવાનું શરુ કરી દીધું છે.
અમદાવાદના મોટાભાગના બ્રિજ કાટ ખાઈ રહ્યા છે અથવા તો બિસ્માર હાલતમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં બિહારવાળી ન થાય તેના માટે અંદાજે 37 બ્રિજનું રિપેરિંગ આવશ્યક બની ગયું છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા 37 બ્રિજના સમારકામને લઈ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના નેતૃત્વ હેઠળ પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રા.લિ. તથા જિઓ ડિઝાઈન એન્ડ રિસર્ચ પ્રા. લિ. દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા બ્રિજનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. જેમાં 37 જેટલા બ્રિજમાં માઈનોર રિપેરિંગની તાતી જરૂરિયાત જણાઈ આવી છે. રીપોર્ટમાં કેડિલા રેલવે ઓવરબ્રિજની દિવાલમાં તિરાડો પડી ગઈ હોવાનું બહાર આવ્યુ છે.આંબેડકર બ્રિજના મેઈનગર્ડરના નીચેના ભાગમાં સળિયા ખુલ્લા પડી ગયા છે.
6 જેટલા મેજર, માઈનોર, રિવરબ્રિજનું આર.એન્ડ બી. વિભાગની ગાઈડલાઈન મુજબ પ્રાથમિક ધોરણે હતુ.
આ ઈન્સપેક્શનમાં 37 જેટલા બ્રિજમાં માઈનોર રીપેરીંગ કરાવવુ પડે એમ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિજની હાલત જોઈને તંત્ર સફાળું જાગ્યુ છે પરંતુ કામગીરીના નામે ઠાગાઠૈયા ન થાય અને તમામ બ્રિજને સક્ષમ અને મજબૂતી આપવામાં આવે તે સમયની માંગ છે.