Amit Shah constituency letter bomb controversy: ભાજપના યુવા નેતાએ ધારાસભ્ય કનુ પટેલ પર ભ્રષ્ટાચાર અને વિકાસ કામોની અવગણનાના આક્ષેપો કર્યા
Amit Shah constituency letter bomb controversy: દેશના ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મતવિસ્તાર સાણંદ-બાવળા વિસ્તારમાં ફરી એકવાર રાજકીય તાપમાન વધ્યું છે. સાણંદ વિધાનસભાના ધારાસભ્ય કનુ પટેલ વિરુદ્ધ ભાજપના યુવા નેતા જીગ્નેશ પંડ્યાએ ચાર પાનાનો ખુલ્લો પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. પત્રમાં પંડ્યાએ બાવળાની હાલતનું વર્ણન “નરકપાલિકા” તરીકે કર્યું છે અને કનુ પટેલને માત્ર સાણંદમાં કામ કરનારા તથા બાવળાની અવગણના કરતા ધારાસભ્ય તરીકે દાખવ્યા છે.
પંડ્યાએ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સાણંદમાં થતા વિકાસ કામોમાં 40-50% સુધીનું કમિશન લેવાય છે અને તેના લીધે કાર્યની ગુણવત્તા હદથી નીચી હોય છે. જ્યારે બાવળામાં પુરવઠા, રસ્તાઓ અને ગટર જેવી મૌલિક સુવિધાઓ માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
પત્રમાં પંડ્યાએ ગુસ્સે સાથે લખ્યું છે: “અમિતભાઈ, એક વાર બાવળાના વોર્ડ નં. 1થી 7માં પગપાળા વોક કરીને જુઓ, પછી સમજાશે કે અહીંની જનતાને કેટલી મુશ્કેલીઓ ભોગવવી પડે છે.”
તેમણે ભાજપના વફાદાર કાર્યકરોની અવગણના અને કોંગ્રેસી ભૂમિકાવાળા લોકોને પ્રમુખ સ્થાને બેસાડવાનો પણ આક્ષેપ કર્યો છે. પત્રમાં કનુ પટેલના ભૂતકાળનો ઉલ્લેખ કરીને તેમની ચૂંટણી પહેલાંની રાજકીય હયાતીને પણ સવાલો હેઠળ મૂકી છે.
જીગ્નેશ પંડ્યાના આ ખુલ્લા પત્ર બાદ સાણંદ-બાવળા વિસ્તારના સ્થાનિક વિકાસ અને પક્ષના આંતરિક સંયમના મુદ્દાઓ ફરી ચર્ચાનો વિષય બન્યા છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે ભાજપ આ પત્રને માત્ર સ્થાનિક અસંતોષ માને છે કે પછી પગલાં ભરે છે.