Amit Shah Gujarat visit Yoga Day : કેન્દ્રીય ગૃહમંત્રી પ્રહલાદ નગર ગાર્ડનમાં યોગ કરશે અને સરખેજના DAV શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે
Amit Shah Gujarat visit Yoga Day : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં યોજાનારી યોગ સત્રમાં ભાગ લેશે. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત છે. યોગ દિવસના પ્રસંગે તેઓ સવારે 7 વાગ્યે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને યોગ આસનો કરશે અને લોકોમાં તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાવશે.
યોગ કાર્યક્રમ પછી તેઓ સરખેજ વિસ્તારમાં આવેલા DAV શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ “હરિયાળી લોકસભા – ગાંધીનગર લોકસભા” ઝુંબેશનો ભાગ છે, જેની શરૂઆત અમિત શાહે વર્ષો પહેલાં પોતાના સંસદીય ક્ષેત્રમાં કરી હતી. તેમણે પહેલા પણ બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી હરિયાળી સંદેશ આપ્યો છે. હવે તેઓ ફરીથી આ ઝુંબેશને મજબૂતી આપતા નવા સ્થળે વૃક્ષારોપણ કરશે.
આ મહિને અમિત શાહ અગાઉ પણ ગુજરાતની તાત્કાલિક મુલાકાતે આવ્યા હતા જ્યારે અમદાવાદમાં થયેલી દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન થયું હતું. તેઓ તાત્કાલિક સ્થિતિનો અહેવાલ લેવા માટે આવ્યા હતા અને અંતિમ વિધિમાં પણ હાજર રહી પરિવારજનોને સાંત્વના આપી હતી.
હવે ફરીથી તેઓ યોગ અને પર્યાવરણને પ્રોત્સાહન આપવા ગુજરાત આવી રહ્યા છે, જે તેમનો વિકાસશીલ અને સતત વિકાર માટેના અભિગમને દર્શાવે છે.