અમરેલીઃ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં પિતાએ પેપ્સી માટે પૈસા ન આવતા 11 વર્ષના કિશોરે આત્મહત્યા કરી લેવાની ઘટના બની હતી. તો આવી જ એક બીજી ઘટના અમરેલી જિલ્લાના ખાંભામાં બની હતી. અહીં પિતાએ માવો ખાવાના પૈસા ન આપતા યુવકને લાગી આવતા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાંજ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવમાં આવ્યો હતો.
બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હંસાપરામા રહેતા કમલેશ નામના યુવકે તેના પિતા વિઠ્ઠલભાઇ પાસે માવો ખાવાના રૂપિયા 10 માંગ્યા હતા. જો કે તેના પિતાએ પૈસા ન આપતા કમલેશને લાગી આવ્યુ હતુ અને તેણે પોતાની મેળે ખડમા છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.
કમલેશને ઉલટી ઉબકા થવા લાગતા તેને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા આવ્યો હતો. બનાવ અંગે તેના ભાઇ શૈલેષ વિઠ્ઠલભાઇ કાછરીયાએ ખાંભા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ કિશોરભાઇ ભરાડ ચલાવી રહ્યાં છે.
સુદ્ધપુરમાં પેપ્સીના પૈસા ન મળતા કિશોરે કરી હતી આત્મહત્યા
સિદ્ધપુરમાં રહેતા અને રીક્ષા ચલાવતા શબ્બીર હુસેનભાઈ ચૌહાણનો સાળી પાસેથી દત્તક લીધો પુત્ર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. જે સાંજે 5.00 વાગે સ્કૂલેથી આવી તેના પપ્પા શબ્બીરભાઈ પાસે પેપ્સી માંગતા તેઓએ કહેલું કે પેપ્સી ખાવાથી શરદી કફ થઈ જશે તેથી તું ખાઈશ નહીં તેવું કહીને તેઓ રિક્ષા લઈ બહાર નીકળ્યા હતા.
આ વાતનું ખોટું લગાડી અમીર શબ્બીરભાઈ ચૌધરી ઉંમર 11 વર્ષ પોતાના ઘરની ઓરડીમાં ગળે પ્લાસ્ટિક દોરીથી ફાંસો લગાવી પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પાડોશીઓએ તરત જ શબ્બીરભાઈ અને પોલીસને જાણ કરી હતી.