Amreli: ગાગોડીયા નદીનો થયો પુનર્જન્મ, નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરાઈ
Amreli: આ વખતે દેશના વડાપ્રધાન તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમરેલી જિલ્લાની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ લાઠીના સોલાર ગામ દુધલાની મુલાકાત લેશે. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન તેમના દ્વારા વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત અને લોકાર્પણ કરવામાં આવશે. આ રીતે ગુજરાત રાજ્યને જળસંગ્રહ, રેલવે, રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે.
એક નવી બાબત પણ સિદ્ધ થઈ છે
Amreli: તે છે ગાગોડીયા નદીનું પુનર્જન્મ. તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની ભાગીદારીથી અમરેલી જિલ્લાના લાઠી અને લીલીયા તાલુકામાં ગાગોડીયા નદી પર જળ સંચયના અનેક કામો કરવામાં આવ્યા છે.
જાણવા જેવી વાત એ છે કે બાબરા તાલુકાના ચમારડી ગામમાંથી ગાગોડીયા નદી નીકળે છે. ગાગોડીયા નદીની લંબાઈ 53 કિમી છે. શેત્રુંજી નદી સાથે તેનો સંગમ ક્રાંકચ ગામમાં થાય છે. ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 35 કરોડના ખર્ચે હરસુરપુરથી ક્રાંકચ સુધીની 53 કિમીની લંબાઈમાં ગાગોડીયા નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં 30 તળાવો, 5 નવા ચેકડેમ અને 5 ચેકડેમના સમારકામ સહિતના વિકાસના કામો કરવામાં આવ્યા છે.
Amreli ગાગોડીયા નદીના 29 કિમી વિસ્તારમાંથી લગભગ 32 લાખ ઘનમીટર કાંપ દૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેકડેમના પાળાને મજબુત બનાવવાની કામગીરી પણ કરવામાં આવી છે. આ કામોના પરિણામે ચેકડેમ અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતામાં અંદાજે 320 કરોડ લીટરનો વધારો થયો છે. ગાગોડીયા નદીને પુનઃજીવિત કરવાના આ વિકાસ કાર્યમાં 15 ગામોની 3800 એકર જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઈનો લાભ મળ્યો છે. ભૂગર્ભજળ રિચાર્જ થવાથી પાણીનું સ્તર વધ્યું છે. જેના કારણે પાણીની ઉપલબ્ધતા વધી છે. આમ, ગાગોડીયા નદીનો પુનર્જન્મ થયો છે.