રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિઓ ગતિમાન બની છે એક તરફ તમામ રાજ્કીય પક્ષો ગુજરાતમાં મેદાન મારવા કામે લાગી ગયા છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનો શાસન ચાલી રહ્યો છે.દિવસને દિવસે ગુજરાતમાં નવા-નવા રેકોર્ડ સર્જી રહી છે.તો બીજી તરફ વિપક્ષમાં રહેલી કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.હવે ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિના બાકી છે તે પહેલા એક બાદ એક કોંગ્રેસના નેતાઓની નારાજગી ખૂલીને સામે આવી રહી છે.જે નારાજગીના પગલે કોંગ્રેસમાં સત્તાપક્ષમાં તો ઠીક વિપક્ષ પણ બેસી શક્શે કે શું એ સૌથી મોટો ? છે.
છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની કામગીરીથી નારાજ ચાલી રહેલા ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસ છોડે તેવા એંધાણ મળી રહ્યા છે.ધારાસભ્ય કોટવાલ આગામી 3 મે પાર્ટીમાંથી રાજીનામુ આપી શકે તેવી અટકળો વહેતી થઇ છે. તેઓ પોતે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી અંતર જાળવી રહ્યા હતા વિધાનસભા સત્ર દરમિયાન પણ મોટાભાગે ગેરહાજર રહ્યા હતા. તેમની ભારોભાર નારાજગી કોંગ્રેસ હાઇકમાન્ડ સામે આવી હતી જેમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં વિરોધ પક્ષ નેતા તરીકે તેમના બદલે સુખરામ રાઠવાને બનાવ્યુ હતું ત્યારથી આજદિન સુધી અશ્વિન કોટવાલ ભારે નારાજ જોવા મળી રહ્યા છે .તો બીજી બાજુ મધુસુદન મિસ્ત્રી સાથેના મતભેદો જેણે ખૂબજ ખળભળાટ મચાવી હતી. અશ્વિન કોટવાલના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.
ગુજરાતમાં વિધાનસભા સીટોની 37 બેઠકો પર આદિવાસી સમાજનો દબદબો છે.જેમાં કોંગ્રેસ તરફી આદિવાસીઓનો ઝૂકાવો વધારે રહ્યો છે. આદિવાસી સમાજે કોંગ્રેસને અનેક આદિવાસી ધારાભ્ય આપ્યા છે.જેમાં સિનિયર ધારાસભ્ય સ્વર્ગસ્થ અનિલ જોષીયારા સુખરામ રાઠવા અશ્વિન કોટવાલ અનંત પટેલ સહિતના નેતાઓ કોંગ્રેસને આદિવાસી વિસ્તારોમાં જંગી બહુમતી વિજ્ય આપાવી છે. તો બીજીતરફ ચૂંટણી પહેલા એક બાદ એક નેતાઓ કોંગ્રેસથી નારાજગી થઇ છેડો ફાડી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસના આક્રમક પ્રવક્તા જયરાજસિંહ પરમારે પ્રદેશ નેતાની કામગીરી સામે બળાપો ઠાલવી કોંગ્રેસ પર ગંભીર આરોપો કર્યા હતા અને ભાજપમાં સમલિપ્ત થયા હતા ત્યારબાદ રાજકોટના પીઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય સભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પાર્ટીના રામ-રામ કહી આપમાં જોડાયા હતા અને હવે કોટવાલ પક્ષ છોડે તેવા સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા તૂટતી કોંગ્રેસ જેવું ઘાટ ઘડાયું છે.