મૂળનિવાસી એકતા મંચ દ્રારા નીચે મુજબની માંગણી સાથે કરજણ ના મામલતદાર સાહેબશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને નીચે મુજબ ની માંગણી ઓ પુરી કરવામાં આવે..
(૦૧) ખોટી રીતે આદિવાસી જનજાતિના જે પ્રમાણપ્રત્રો આપવામાં આવ્યા છે એ રદ કરવા માં આવે તથા આદિવાસી સમાજ ની જે ૦૯ માંગણીઓ સરકારે સ્વીકારી છે એ માંગણીઓ તાકીદે મંજૂર કરવામાં આવે…
(૦૨) સરકાર ના જીએડી વિભાગના તા-૦૧/૦૮/૨૦૧૮ નો ગૈરબંધારણીય પરીપત્ર રદ કરો….
(૦૩) રાજકોટ ના ઉપલેટા માં આવેલ રાજમોતી શાળા ની વાલ્મીકિ સમાજ ની બાળો સાથે આભછેટ રાખવામાં આવે છે તે તાકીદે બંધ કરવામાં આવે…અને આભછેટ રાખનાર શિક્ષકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે..
(૦૪) બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોજે ગામ સરીપડા ગામના દેશની સરહદ પર રક્ષા કરતા જવાનની જાન ઉપર પથ્થરમારો ની ધટના….ગુનો દાખલ કરવામાં આવે…
આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ની માંગણી ઓ વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું એવી ચિમકી મુલ નિવાસી એકતા મંચ ના અધ્યક્ષ મિનેષ પરમાર દ્રારા ઉચ્ચારમાં આવી