દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ મહેસાણામાં ભવ્ય ‘બસ, હવે બદલો જોઈએ’ અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો.
મનીષ સિસોદિયાજીની આગેવાની હેઠળ નીકળેલી તિરંગા યાત્રામાં મહેસાણાના હજારો લોકો જોડાયા.
27 વર્ષથી તમે ભાજપને તક આપીને જોયું છે, પરંતુ ભાજપના લોકોએ તમારા માટે શાળાઓ નથી બનાવી, હોસ્પિટલ નથી બનાવ્યા: મનીષ સિસોદિયા
સરકારી પરીક્ષાના પેપર લેતી વખતે પેપરો લીક થઇ જાય છે, પછી બાળકો આત્મહત્યા કરે અથવા ઘરે બેસી જાય: મનીષ સિસોદિયા
છેલ્લા 27 વર્ષથી જે ચાલી રહ્યું છે તે તમારે રોકવું હોય તો કેજરીવાલજીને એક તક આપીને જુઓઃ મનીષ સિસોદિયા
દિલ્હીના લોકોએ કેજરીવાલજીને તક આપી તેથી હવે દિલ્હીમાં વીજળીનું બિલ શૂન્ય આવી રહ્યું છેઃ મનીષ સિસોદિયા
જો દિલ્હીની જનતાએ કેજરીવાલજીને તક આપી તો સરકારી શાળાઓ શાનદાર બની, સરકારી હોસ્પિટલો શાનદાર બની: મનીષ સિસોદિયા
ગુજરાતના લોકો પણ કેજરીવાલજીને તક આપવા તૈયાર છે, આ જોઈને ભાજપના લોકો બોખલાઈ ગયા છે: મનીષ સિસોદિયા
આમ આદમી પાર્ટીને રોકવા ભાજપ ફક્ત જુઠ્ઠુ બોલી રહી છે, તમામ પ્રકારના કાવતરા કરી રહી છેઃ મનીષ સિસોદિયા
ગુજરાતની જનતા ભાજપના ષડયંત્રને નિષ્ફળ બનાવશે અને કેજરીવાલને તક આપશે: મનીષ સિસોદિયા
અમદાવાદ/મહેસાણા/ગુજરાત
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગઈ કાલે તેમની છ દિવસની મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા હતા. અને પછી હિંમતનગરથી મનીષ સિસોદિયાજીએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાની શરૂઆત કરી હતી. આ જ અનુક્રમમાં આજે મનીષ સિસોદિયાજીએ મહેસાણામાં ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં ભાગ લીધો હતો. મનીષ સિસોદિયાજી સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ જોઇંટ સેક્રેટરી ઇસુદાન ગઢવી પણ હાજર હતા.
જો દિલ્હીની જનતાએ કેજરીવાલજીને તક આપી તો સરકારી શાળાઓ શાનદાર બની, સરકારી હોસ્પિટલો શાનદાર બની: મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી એ મહેસાણામાં ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રામાં જોડાયા હતા અને યાત્રામાં જોડાયેલા હાજર હજારો લોકો અને આસપાસની દુકાનો અને ઘરોમાં રહેતા લોકોને નમસ્કાર કરીને કહ્યું કે, હું દિલ્હીથી તમને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે 27 વર્ષથી તમે ભાજપને મોકો આપીને જોઇ લીધી છે, હવે એકવાર કેજરીવાલજીને મોકો આપો. 27 વર્ષ સુધી તમે ભાજપને મોકો આપ્યો પણ ભાજપના લોકોએ તમારા માટે શાળાઓ નથી બનાવી, હોસ્પિટલો નથી બનાવી, એમને કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જીવો, ખાનગી શાળાઓ પર જીવો અને મોંઘવારી પણ એટલી વધારી દીધી કે તે લોન પર જીવો. રોજગાર તો છે જ નહીં, પોતાના બાળકોને મહેનત કરીને ભણાવો અને સરકારી નોકરીની પરીક્ષાનાં પેપર લીક કરી દો, જેનાથી બાળકો આત્મહત્યા કરી દે છે કે અથવા પોતાના ઘરે બેસી જાય છે. આ બધું તો આપણે બંધ કરવાનું છે. આ છેલ્લા 27 વર્ષથી ચાલ્યું આવે છે, જો તમારે આ બધું બંધ કરાવવું હોય તો કેજરીવાલજીને એક મોકો આપીને જોઇલો.
ગુજરાતના લોકો પણ કેજરીવાલજીને તક આપવા તૈયાર છે, આ જોઈને ભાજપના લોકો બોખલાઈ ગયા છે: મનીષ સિસોદિયા
દિલ્હીના લોકોએ કેજરીવાલજીને એક તક આપી તો હવે દિલ્હીમાં લોકોનું વીજળીનું બિલ શૂન્ય આવે છે, સરકારી શાળાઓ આલીશાન બની ગઈ છે, સરકારી હોસ્પિટલો શાનદાર બની ગઈ છે, 10 લાખ લોકોને નોકરી મળી છે. હું તમારા બધાની વચ્ચે એ કહેવા આવ્યો છું કે કેજરીવાલજીને એક તક આપો. જો પંજાબની જનતાએ તક આપી તો સરકાર બન્યાના 6 મહિના પહેલા જ પંજાબમાં ઘણું કામ થવા લાગ્યું છે. અને હવે ગુજરાતની જનતા પણ કેજરીવાલજીને મોકો આપવા તૈયાર થઈને બેઠી છે, આ જોઈને ભાજપના લોકો બોખલાઈ ગયા છે, તેઓ જૂઠ પર જૂઠ બોલી રહ્યા છે, અને અલગ અલગર કાવતરા કરી રહ્યા છે. પરંતુ તમે તેમના ષડયંત્રને નિષ્ફળ બનાવો, કેજરીવાલજીને એક વાર તક આપો. કેજરીવાલજીને એક તક આપો અને જુઓ, જેમ અમે દિલ્હી અને પંજાબમાં કરીને બતાવ્યું છે તેવી જ રીતે ગુજરાતમાં પણ કરીશું.
27 વર્ષ સત્તામાં રહીને જે પાર્ટી અહંકારી થઇ ગઈ છે તે પાર્ટીનો અહંકાર ગુજરાતની જનતા ચૂર-ચૂર કરવા જઈ રહી છે.
મહેસાણામાં આયોજિત ‘બસ, હવે પરિવર્તન જોઈએ છે’ યાત્રામાં મહેસાણા અને આસપાસના હજારો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હજારો લોકો જોડાયા હતા. પરિવર્તનની માંગ સાથે શરૂ થયેલી આ યાત્રાને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને આમ આદમી પાર્ટીને ખુલ્લા દિલે અપનાવવામાં આવી હતી. ગુજરાતની જનતાને ખાતરી છે કે જો આપણે પરિવર્તન ઈચ્છીએ છીએ તો આમ આદમી પાર્ટી સિવાય કોઈ યોગ્ય વિકલ્પ નથી. આથી આમ આદમી પાર્ટીની ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન હોય કે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા, હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આવનારી ચૂંટણી ચોક્કસપણે ઐતિહાસિક પરિવર્તન લાવશે તેવો સંકેત મળી રહ્યો છે. ભાજપને પણ આ પરિવર્તનની ખબર પડી ગઈ છે, તો ભાજપને સમજાતું નથી કે હવે શું કરવું? ભાજપના મનમાં ડર બેસી ગયો છે કે છેલ્લા 27 વર્ષમાં જે નથી થયું તે આ વખતે થશે. 27 વર્ષ સત્તામાં રહીને જે પાર્ટી અહંકારી થઇ ગઈ છે તે પાર્ટીનો અહંકાર ગુજરાતની જનતા ચૂર-ચૂર કરવા જઈ રહી છે. આજે ‘બસ, હવે પરિવર્તન જોઈએ છે’ યાત્રામાં લોકોએ જોડાઈને સાબિત કર્યું કે પરિવર્તનનું વાવાઝોડું ગુજરાતમાં આવશે અને આ વાવાઝોડામાં ગુજરાતના રાજકારણમાંથી તમામ ભ્રષ્ટ અને બેઈમાન પક્ષોનો સફાયો થઈ જશે.