Asarva-Agra Cantt Special Train: ઉનાળુ વેકેશનમાં યાત્રીઓને રાહત: અસારવા-આગરા કેન્ટ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
Asarva-Agra Cantt Special Train: ઉનાળુ વેકેશન દરમિયાન વધતા મુસાફરોની સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા બે જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અસારવા-આગરા કેન્ટ દૈનિક સ્પેશિયલ ટ્રેન અને અસારવા-કાનપુર સેન્ટ્રલ અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ઉપલબ્ધ રહેશે.
અસારવા-આગરા કેન્ટ સ્પેશિયલ ટ્રેન (01920/01919)
ટ્રેન નં. 01920: 2 એપ્રિલ 2025 થી 1 જુલાઈ 2025 સુધી, દરરોજ સાંજે 6:00 કલાકે અસારવાથી નીકળશે અને બીજા દિવસે સવારે 10:20 વાગ્યે આગરા કેન્ટ પહોંચશે.
ટ્રેન નં. 01919: 1 એપ્રિલ 2025 થી 30 જૂન 2025 સુધી, દરરોજ રાત્રે 11:00 વાગ્યે આગરા કેન્ટથી નીકળશે અને બીજા દિવસે સાંજે 4:35 વાગ્યે અસારવા આવશે.
સ્ટોપેજ: હિમ્મતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી.
ક્લાસ: AC 2-ટિયર, AC 3-ટિયર, સ્લીપર અને જનરલ કોચ.
અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન (01906/01905)
ટ્રેન નં. 01906: 8 એપ્રિલ 2025 થી 1 જુલાઈ 2025 સુધી, દરેક મંગળવારે સવારે 9:15 વાગ્યે અસારવાથી નીકળશે અને બીજા દિવસે સવારે 7:00 વાગ્યે કાનપુર સેન્ટ્રલ પહોંચશે.
ટ્રેન નં. 01905: 7 એપ્રિલ 2025 થી 30 જૂન 2025 સુધી, દરેક સોમવારે રાત્રે 8:00 વાગ્યે કાનપુર સેન્ટ્રલથી નીકળશે અને બીજા દિવસે સવારે 5:45 વાગ્યે અસારવા આવશે.
સ્ટોપેજ: હિમ્મતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ફતેહપુર સીકરી, ઈદગાહ, ટૂંડલા, ફિરોજાબાદ અને ઈટાવા.
ક્લાસ: AC 2-ટિયર, AC 3-ટિયર, સ્લીપર અને જનરલ કોચ.
આ સ્પેશિયલ ટ્રેનો ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મુસાફરોને ટિકિટ બુકિંગ માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના રિઝર્વેશન કાઉન્ટર પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.