અમદાવાદ: ગુજરાતના કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે ગઈકાલથી રાજ્યના તમામ શહેર-જિલ્લાના કોંગ્રેસ પ્રમુખોને વન-ટુ-વન (માત્ર ગેહલોત અને પ્રમુખ) મળીને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને તમામ શહેર જિલ્લામા કયા કયા ઉમેદવારો સારા કે જીતી શકે તે જાણી રહ્યા છે.
રાજ્ય પ્રભારીએ બે દિવસનો કાર્યક્રમ માત્રને માત્ર શહેર અને જીલ્લા પ્રમુખો માટે જ ફાળવ્યો છે અને વ્યકિતગત રીતે તેઓ વિસ્તૃત ચર્ચા આદરી ને જે તે જીલ્લામાં કોંગ્રેસની સાચી પરિસ્થિતિ શું છે? તેનો અભ્યાસ આદર્યો છે અને પ્રશ્નો, સમસ્યા કે જુથબંધીનું વરવુ સ્વરૂપ શું છે? તે અંગે તાગ મેળવી રહ્યા છે.
આમ જોઈએ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને રાજ્ય પ્રભારી વ્યકિતગત મળીને આવો રિવ્યુ લેતા હોય ગુજરાત કોંગ્રેસના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર બની રહ્યુ છે. અશોક ગેહલોતે ગઈકાલે ઘણા જીલ્લા તથા શહેરના પ્રમુખો સાથે વ્યકિતગત ચર્ચા કર્યા બાદ આ સીલસીલો આજે પણ ચાલુ રહ્યો છે.
જો કે મળતી માહિતી મુજબ તેઓને મોટાભાગે સ્થાનિક સમસ્યાઓની હારમાળા જ વધુ જાણવા મળ્યાનું મનાય છે.