જસદણ પેટાચૂંટણીના કોંગી ઉમેદવારે મતદાન શરૂ કરતા પહેલા ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા અને જાતે છકડો ચલાવીને આસલપુર મતદાન કેન્દ્ર પર મતદાન કરવા તેઓ પહોંચી રહ્યા છે. અવસર નાકિયાના ઘરે વહેલી સવારથી ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ સવારથી કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને કોંગી ઉમેદવાર અવસર નાકિયા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો અવસર નાકિયા પણ રાજકીય ગરમાવા વચ્ચે મતદાન પહેલા હરિફ ઉમેદવાર કુંવરજીપ પર આકરા પ્રહાર કર્યા અને કુંવરજીના રોજયોગનો અંત આવી રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કંવરજીએ જસદણની પ્રજા સાથે વિશ્વાસ ઘાત કર્યો હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો હતો.
પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચુંટણીના કારણે જસદણમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો. છેલ્લા દિવસ સુધી મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદાવારોએ પ્રચારમાં એડિચોટીનુ જોર લગાવી દીધુ. તો બીજીતરફ, મતદારોમાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યુ. કડકડતી ઠંડીમાં પણ જસદણ વાસીઓ ગરમ કપડા પહેલીને સવારે આઠ વાગ્યામાં મતદાન મથકો પર લાંબી કતાર લગાવી હતી.અને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.