ગુજરાત પર આવેલી લો પ્રેશન સિસ્ટમની અસર હેઠળ રાજયમાં હજુયે આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે આજે ગુરૂવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 109 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ગીર સોમનાથમાં તાલાલામાં 6 ઈંચ વરસાદ થયો હતો. ખાસ કરીને આજે સાંજે અમદાવાદ સીટીમા વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો હતો.જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા સાથે વાહનવ્યવહારમા પણ તકલીફ પડવા લાગી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થયો હતો.બનાસાકંઠાના દાંતામાં પણ 3.2 ટકા , લોધીકામાં 3.2 ટકા , પડધરીમાં 3 ઈંચ , જૂનાગઢના માંગરોળમાં 3 ઈંચ , સુત્રાપાડામાં 2.7 ઈંચ , જોડિયામાં 2.6 ઈંચ વરાસદ થયો હતો. એકંદરે રાજયમાં 32 તાલુકામાં 6 ઈંચથી 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો.
હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે હજુયે અન્ય બીજી સિસ્ટમ પણ બંગાળના અખાત પરથી જ સરકીને મધ્યપ્રદેશ પર આવી રહી છે.જે આગામી દિવસમાં ગુજરાતને વધુ વરસાદ આપે તેવી સંભાવના છે. રાજ્યમાં ચોમાસાની મોસમમાં છેલ્લા રાઉન્ડમાં છેલ્લાં 24 કલાકમાં રાજ્યના ૯૨ તાલુકાઓમા નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં ૨૮૭ મી.મી. એટલે કે ૧૧ ઈંચ, પારડીમાં ૨૩૯ મી.મી. એટલે કે, નવ ઈંચ અને ઉમરગામમાં ૧૫૩ મી.મી., ગણદેવીમાં ૧૫૨ મી.મી., ઓલપાડમાં ૧૪૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં છ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ગાંધીનગરમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૧૪૧ મી.મી. એટલે કે પાંચ ઈંચ, ધરમપુરમાં ૧૪૮ મી.મી., માંગરોળમાં ૧૦૫ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ અને ધોરાજીમાં ૯૭ મી.મી., વાગરામાં ૯૭ મી.મી., વંથલીમાં ૯૨ મી.મી., અમરેલીમાં ૮૩ મી.મી., જામજોધપુરમાં ૮૨ મી.મી., ધ્રાંગધ્રામાં ૮૦ મી.મી., ખેરગામમાં ૭૬ મી.મી., લખતરમાં ૭૪ મી.મી., માળિયામાં ૭૪ મી.મી. મળી કુલ નવ તાલુકાઓમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત કઠલાલમાં ૬૭ મી.મી., વઢવાણ, ભેસાણ અને કપરાડામાં ૬૫ મી.મી., ઉંઝા, માણસામાં ૬૪ મી.મી., જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૬૨ મી.મી., કલોલમાં ૬૧ મી.મી., ધનસુરા, મેંદરડા, બાવળા અને નવસારીમાં ૬૦ મી.મી., વાલોડ, મહેમદાવાદ ૫૯ મી.મી., ધારીમાં ૫૮ મી.મી., ભાણવડમાં ૫૬ મી.મી., દસક્રોઈમાં ૫૪ મી.મી., મોરબી, ધોળકામાં ૫૨ મી.મી., પેટલાદમાં ૫૧ મી.મી., લાઠી, ઉમરેઠમાં ૫૦ મી.મી. મળી કુલ ૨૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ થયો છે અને રાજયના અન્ય ૫૦ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો હતો.