એક તરફ ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે .તેને લઇ તમામ રાજ્કીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. ગુજરાત ભલે કહેવાતુ હોય કે જાતિગત સમીકરણો અધારો ચૂંટણી નથી થતા પરંતુ અંતે ચૂંટણી નજીક આવતા તમામ રાજ્કીય પક્ષો પોતાના જસ ખાટવા અંતે શસ્ત્ર તરીકે જાતિગત સમીકરણોનો હથિયાર તરીકે ઉપયોગમાં લેતા હોય છે.ચૂંટણી નજીક આવતા તમામ સમાજો પણ એકશન જોવા મળી રહ્યા છે. અને વિવિધ રેલી સંમેલન સભાઓ કરી પોતાનો શકિતપ્રદર્શન બતાવી રહ્યા છે. ચૂંટણી પૂર્વે કોળી સમાજમાં બે ફાંટા પડતા જોવા મળ્યા છે. દેશભરના કોળીસમાજના આગેવાનો દ્ગારા સુરતના કામરેજ ખાતે બેઠક યોજી હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને અજીત પટેલે ગ્રુપેના પદ પરથી સર્વાનુમતે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યુ હતું આં અંગે કોળી સમાજના આગેવાને આરોપનો મારો ચલાવતા જણાવ્યુ કે કોળી સમાજના વિરુદ્ગ જઇ કુવરજી બવાળિયા કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સમાજમાં નિષ્ક્રિય દેખાઇ રહ્યા છે કોઇપણ સમાજના કાર્યક્રમમાં પણ હાજર નથી રહેતા તો બીજ તરફ કુંવરજી બાવળિયાએ પલટ વાર કરી જણાવ્યુ કે અજિત પટેલ ગેરકાયદેસર રીતે ચૂંટણી યોજી પ્રમુખ બન્યા આખેઆખી કારોબારી ગેરકાયદેસર બની મારો અખિલ ભારતીય કોળી સમાજમાં પ્રમુખ પદ યથાવત છે. તેમણે અજિત પટેલ પર પ્રહાર કરતા જણાવ્યુ કે અજિત પટેલને કોઇ અધિકાર નથી કે મને સસ્પેન્ડ કરી શકે કારોબારીની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય તઘલખી છે બંધારણીય વિરુદ્ઘ છે કમિટીને આ નિર્ણય લેવાની કોઇ સત્તા નથી
