Bharuch: બનાવની પ્રાપ્ત અંકલેશ્ર્વર તાલુકા પોલીસ મથકે થી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, સજોદ ગામના વાળીનાથ ફળિયામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 322 નંગ બોટલ મળી કુલ રૂ. 26 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે બૂટલેગર ફરાર થઈ જતાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો પોલીસે વોન્ટેડ બુટલેગરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો,