Bharuch: ધી વર્લ્ડ ભરૂચ વોહરા ફાઉન્ડેશન દ્વારા અનેક ડિપાર્ટમેન્ટ સ્ટોર નો શુભારંભ કરવામાં આવ્યું
Bharuch: આજરોજ માનવોના મુક્તિદાતા અને સમગ્ર ઇન્સાનિયત માટે દયાના સાગર એવા મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ “ઈદે મીલાદ” ના અતિપવિત્ર દિવસે ધી વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન બચત અને ધિરાણ સહકારી મંડળી લી. સંચાલિત અલીફ ડીપાર્ટમેન્ટલ સ્ટોરનો શુભારંભ, શમા પાર્ક સોસાયટી,હુશેનીયા સોસાયટી રોડ, ભરૂચ ખાતે કરવામાં આવ્યો.
Bharuch: કાર્યક્રમની શરૂઆતમાં કુર્આન શરીફની સુરએ યાસીન શરીફની તીલાવત કરવામાં આવી.
ત્યારબાદ મંડળીના ચેરમેન ઉસ્માનભાઈ પટેલ ( રીટાયર્ડ બેન્કર ) દ્રારા આવકાર પ્રવચન અને મંડળીના ધ્યેય અને સમાજસેવાના અભિગમનો ચિતાર આપવામાં આવ્યો.ત્યારબાદ મૌલાના ઈબ્રાહીમ માલજી (ટંકારવી) સાહેબે કુર્આન- હદીષની રોશનીમાં, જનસેવાનું મહત્વ સમજાવ્યું અને લોકોને સારી ગુણવત્તા વાળી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા ના મકસદ અને મીશનની સફળતા માટે ખાસ દુઆ માંગી.
આ અવસરે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન ઈન્ડીયા ચેપ્ટરના પ્રમુખ યુનુસભાઈ અમદાવાદી
પૂર્વ પ્રમુખ આદમભાઈ આબાદનગરવાલા, ફેડરેશન તથા મંડળીના હોદ્દેદારો,કાર્યકરો, સામાજિક આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા.ઉદઘાટનના પ્રથમ દિવસે જ અલીફ સ્ટોરમાં લોકો ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ગણતરીના કલાકોમાં જ સીત્તેર હજાર ઉપરાંતની રકમની ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું. આગામી દિવસોમાં સ્ટોર્સને સ્થાનિક રહીશો દ્વારા જબ્બર પ્રતિસાદ સાંપડશે એવી આશાઓ બંધાઈ છે.