Bharuch: ટ્રકે પાછળથી ટ્રેકટરને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત…
Bharuch આછોદ ગામ પાસે ટ્રકે પાછળથી ટ્રેકટરને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત ટ્રેકટર ચાલકને સામાન્ય ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
Bharuch આમોદના આછોદ ગામ પાસે ટ્રક ચાલકે પાછળથી ટ્રેકટરને ટક્કર મારતાં ટ્રેકટરમાં સવાર એક ઇસમનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જયારે ટ્રેકટર ચાલકને ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતાં ભારતભાઇ મોહનભાઇ રાઠોડ ઉ.વ.૫૪ રહે.રાઠોડવાસ,આછોદ.તા.આમોદ જી.ભરૂચ ટ્રેકટરમાં બેસીને આછોદ ગામ થી રોઝાટંકારીયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા તે દરમિયાન આછોદ ગામ પાસે આવેલ વેસ્પુન કંપની નજીક પહોચતા પાછળથી ટ્રકના ચાલક અહેમદહુસેન લાલમોહમદ મકરાણી રહે.દિવાન ફળીયુ,ડેસર તા.ડેસર જી.વડોદરા ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલ્ટી ખાઈ ગયું હતું.
અને ભારત મોહન રાઠોડ ટ્રેકટરની નીચે દબાઈ જતાં તેનુ સ્થળ ઉપર જ કરૂણ મોત થયું હતું.જયારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઇ રાઠોડને શરીરે નાની મોટી ઇજાઓ થઇ હતી.જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આમોદ પોલીસે મરણ જનારનાં પુત્ર રાજુભાઇ ભારતભાઇ રાઠોડની ફરિયાદ લઇ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર – અઝહર પઠાન આમોદ