Bhavnagar soldier martyred: મોટા ખોખરા ગામમાં ભાવુક અંતિમ યાત્રા, ગ્રામજનો ઉમટ્યા
Bhavnagar soldier martyred: ભાવનગરના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના અગ્નિવીર જવાન જયદીપ ડાભી જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવતા સમયે શહીદ થયા હતા. જયદીપ દેશની સરહદ પર એર ડિફેન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. તેમનાં શહીદ થવાના સમાચાર મળતાં જ સમગ્ર પરિવાર અને મોટું ખોખરા ગામ શોકમાં ડૂબી ગયું.
શહીદ જવાનનો પાર્થિવ દેહ જમ્મુથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ રોડ દ્વારા ભાવનગરની સર.ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યાં સૈનિકો અને પૂર્વ સૈનિકોએ જયદીપને શહીદ સલામી આપી પૂરી સન્માન સાથે તેમના વતન મોટા ખોખરા ખાતે લઈ જવાયો.
જયદીપ ડાભી ઘરમાં સૌથી મોટો દીકરો હતો અને તેના પિતા પંચરની દુકાન ચલાવે છે. પરિવાર પર આ અચાનક થયેલી વિનાશક ઘટના ભારે દુઃખ અને શોક લાવી છે.
શહીદ જયદીપ ડાભીની અંતિમ યાત્રામાં ગામના બધા લોકો ભેગા થયા અને સૈનિકોના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શહીદ જવાનના વતન અને દેશ માટે આપેલા આ બહાદુર બલિદાનને ગામમાં અને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.