Gujarat Budget 2025 ગુજરાતના બજેટમાં ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર, સબસિડીમાં 50 હજારનો વધારો!
Gujarat Budget 2025 ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ મહત્ત્વની જાહેરાતો કરી રહ્યા છે. આ બજેટમાં પોતાની માલિકીનું ઘર મેળવવાનો સ્વપ્ન જોતા લોકો માટે ખુશખબર છે. નાણામંત્રીએ સરકારી આવાસ યોજના પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રાજ્યના ગરીબો માટે 3 લાખ નવા આવાસો બનાવવાની જાહેરાત કરી છે.
નવા ઘર ખરીદવા પર સબસિડીમાં વધારો
Gujarat Budget 2025 નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, “આ બજેટમાં ગરીબો માટે 3 લાખથી વધુ નવા આવાસો પૂરા પાડવાનું આયોજન છે, જે પીએમઆવાય (પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામ્ય), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ જેવી યોજનાઓના મોખરાં હેઠળ કરવામાં આવશે.” આ યોજનાઓમાં અત્યારની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવી છે, જેથી હવે આ સબસિડી 1 લાખ 70 હજાર રૂપિયા થઈ ગઈ છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2025-26ના ગુજરાત બજેટ રજૂ કરતાં રાજ્યના વિકાસ માટે મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો. આ બજેટમાં રાજકોષીય ખાધ ઓછી રાખવા અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને એક મજબૂત સ્થાન પર લાવવાના વિઝનને આગળ વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.