Big news regarding government recruitment: શિક્ષણ સહાયક ભરતી માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર
Big news regarding government recruitment: ગુજરાત સરકાર દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયક ભરતી-2024 માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. બંને ભરતી માટે લાયક ઉમેદવારો માટે 6 જૂનથી 10 જૂન સુધી ઓનલાઈન શાળા પસંદગી પ્રક્રિયા યોજાઈ હતી.
મેરીટ મુજબ કામચલાઉ શાળા ફાળવણી જાહેર
21 જૂન 2025ના રોજ મેરીટ કમ પ્રેફરન્સના આધારે કામચલાઉ શાળા ફાળવણી જાહેર થઈ ચૂકી છે. એવામાં કેટલાક ઉમેદવારોને સરકારી તથા બિનસરકારી બંને ભરતી માટે શાળા ફાળવણી મળી છે.
બંને ભરતીમાં શાળા મળેલ ઉમેદવારો માટે જરૂરી નિયમ
જો કોઈ ઉમેદવારને બંને ભરતીમાં શાળા મળી હોય, તો તેમને પોતાની પસંદગી મુજબ એક ભરતીમાં હાજરી માટે સંમતિ આપવી જરૂરી છે. જે ભરતી પસંદ નથી કરાઈ, એમાં ઉમેદવારનો દાવો રદ માનવામાં આવશે.
કામચલાઉ ફાળવણી એટલે નિમણૂકનો અધિકાર નથી
કામચલાઉ શાળા ફાળવણી નિમણૂકનો અંતિમ અધિકાર નથી. અંતિમ ફાળવણી બાદ જ નિમણૂક અંગે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
એક જ ભરતીમાં હાજરી જરૂરી
જો કોઈ ઉમેદવારે બંને ભરતીમાં કોઈ પસંદગી આપી તો એ ઉમેદવારને ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવણી કરવામાં આવશે. બાકી ભરતી માટેનો દાવો રદ્દ થશે.
અંતિમ ફાળવણી બાદ જ થશે નિમણૂક
બંને ભરતી માટે સંમતિ પ્રાપ્ત થયા બાદ મેરીટ કમ પ્રેફરન્સ મુજબ અંતિમ શાળા ફાળવણી કરવામાં આવશે. એ પછી જ નિમણૂક માટેના પગલાં લેવામાં આવશે.
મહત્વનું: કોઈ અરજી માની લેવાશે નહીં
ઉમેદવારોને ખાસ નોંધ લેવી જરૂરી છે કે શાળા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત માની લેવાશે નહીં. તેથી તમામ ઉમેદવારો સૂચનાઓ ધ્યાનથી વાંચે અને સમયસર જરૂરી કાર્યવાહી કરે.