BJ Medical students plane crash fee waiver: જુનિયર ડૉક્ટર્સ દ્વારા યુનિવર્સિટીને લેખિત રજૂઆત
BJ Medical students plane crash fee waiver: ગુજરાત યુનિવર્સિટીએ માનવીય સંવેદનાને સમર્થન આપતી મહત્ત્વની જાહેરાત કરી છે. વિમાન દુર્ઘટનામાં ઘવાયેલા અને આર્થિક અસર ભોગવતા બી.જે. મેડિકલ કૉલેજના 12 રેસિડેન્ટ ડૉક્ટર્સની ફી સંપૂર્ણ રીતે માફ કરવામાં આવી છે.
લેખિત રજૂઆતથી મળ્યો ન્યાય
બી.જે. મેડિકલના જુનિયર ડૉક્ટર્સ ઍસોસિયેશને યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરજા ગુપ્તાને લેખિત રજૂઆત આપી હતી, જેમાં દુર્ઘટનાના ભોગ બનેલા વિધાર્થીઓ માટે ફી માફીની અપીલ કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રીનો સહયોગ અને માનવીય અભિગમ
આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સક્રિય હસ્તક્ષેપ કરતાં વિદ્યાર્થીઓ માટે ફી માફી અંગે વિનંતી કરી હતી. માનવીય સંવેદના અને સહાનુભૂતિ દર્શાવતા કુલપતિએ તરત જ વિદ્યાર્થીતમાં નિર્ણય લીધો.
12 વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત
વિમાન દુર્ઘટનાની મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા 12 વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ રાહતરૂપ સાબિત થશે. આ સાથે યુનિવર્સિટીએ સંકેત આપ્યો છે કે અકસ્માત અને દુર્ઘટનાની ઘડીમાં પણ શિક્ષણસંસ્થાઓ માનવીય મૂલ્યો ઉપર ઊભી રહે છે.
આ નિર્ણય માત્ર ફી માફી નહીં પરંતુ શિક્ષણપ્રણાલીની તે સંવેદનશીલતા છે, જે સમાજ માટે પ્રેરણા રૂપ બની શકે. BJ મેડિકલના વિદ્યાર્થીઓ માટે આ એક આશાવાદી સંકેત છે કે સંસ્થા અને તંત્ર તેમના પાછળ ઊભા છે.