ગૌ માતાના નામ પર વોટ માંગનાર ભાજપે આજે પશુપાલકો અને સાધુ-સંતોની ધરપકડ કરાવી: ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી પશુપાલકો અને સાધુ સંતોની ધરપકડને સખત શબ્દોમાં વખોડે છે: ઇસુદાન ગઢવી
જો ભાજપ પશુપાલકો અને સાધુ સંતો વિરુદ્ધ અત્યાચાર ચાલુ રાખશે તો આમ આદમી પાર્ટી વિધાનસભાનો ઘેરાવ કરશે: ઇસુદાન ગઢવી
ગૌ માતાના 500 કરોડના બજેટમાંથી એક પૈસો આપ્યો નથી: ઇસુદાન ગઢવી
ગૌ માતા માટે અવાજ ઉઠાવનાર સાધુ સંતો અને પશુપાલકોની ભાજપએ ધરપકડ કરાવી: ઇસુદાન ગઢવી
ભાજપના મળતીયાઓએ ગૌચર જમીનો પર કબજો કરી લીધો છે: ઇસુદાન ગઢવી
ભાજપ સરકાર પાંજરાપોળ માટે ફંડ પણ આપતી નથી: ઇસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દે વીડિયોના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, આજે પશુપાલકોની અને સાધુ સંતોની ભાજપે જે રીતે ધરપકડ કરાવી છે, ગૌ માતાના જે 500 કરોડ રૂપિયાના બજેટ માંથી એક પણ પૈસા આપ્યો નથી. આવા પાંચ ચોરસ કરોડ મીટરની ગૌચરની જમીન ભાજપના મળતીયાઓએ પચાવી પાડી છે. ગૌ માતાના નામે વોટ માગનારી ભાજપ આજે સાબિત થઈ ગઈ છે કે ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે.
ભાજપએ પશુપાલકો અને સાધુ સંતોની ધરપકડ કરાવી છે જે ગાય માતા માટે અવાજ ઉઠાવતા હતા. ભાજપના મળતીયાઓએ જમીન ઉપર કબજો કરી લીધો છે અને તેને ખાલી પણ કરાવતા નથી, પાંજરાપોળમાં ફંડ પણ આપતા નથી. આમ આદમી પાર્ટી અને અમે બધા પશુપાલકો અને સાધુ સંતોની ધરપકડને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આગામી સમયમાં જો ભાજપ સરકાર આ અત્યાચાર ચાલુ રાખશે તો અમે વિધાનસભાનું ઘેરાવો પણ કરીશું.