રાજ્યમાં વિધાનસભાના ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. અને તમામ રાજ્કીય પાર્ટીએ ધૂમ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધું છે ભાજપ આ વખતે 150 પ્લસ બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાને છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ભાજપનો કિલ્લો ધ્વસ્ત કરવા પુરજોશમાં કામગીરી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આણંદમાં એક કાર્યક્રમમાં કાર્યકરોની સંબોધિતિ વખતે ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું છે. અને વહેલી ચૂંટણીના સંકેત આપ્યા છે જેમાં તેમણે કહ્યુ કે આ વખતે રાજ્યમાં ચૂંટણી ગત વિધાનસભાની ચૂંટણી કરતા 10-12 દિવસ વહેલી થઇ શકે છે ગત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઇ હતી
આ વખતે નવેમ્બરમાં પૂર્ણ થઇ શકે છે કાર્યકરોને ટકોર કરતા કહ્યુ કે દિવાળીમાં સુષુપ્ત અવસ્થામાં ન આવી જતા તેમણે હરીફો આકડતરી રીતે પ્રહાર કરતા કહ્યુ કે દિલ્હીવાળા આવી ગયા છે ને બિલાડીની ટોપીની જેમ એ લોકો કહેતા હતા અમે અહીયા બોર્ડ બનાવીશું અને અમે લોકો મિંટિગ મેયર કોને બનાવવું તેની મિંટિંગ કરતા હતા મે કીધું રિર્ટન ટિકિટ બુક કરાવી લો અને જો આવવાના હોય તે ટિકિટ કેન્સર કરાવી દો જેમાં પાટીલે કહ્યુ કે મારો એક સંકલ્પ છે કે દરેક દરેક વિધાનસભા 50 હજારની લીડતી જીતવાની છે પાર્ટીને જીતાડવા તનતોડ મહેનત કરજો ટિકિટ કોને મળે એની ચિંતા ન કરતા એ વડાપ્રધાન નિર્ણય લેશે.