BJP Suspends 34 Workers: ભાજપના કડક પગલાં: 34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી પ્રવૃત્તિ પર લાલ આંખ!
ભાજપે 34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા, જેમાં 5 નગરપાલિકાઓ અને 2 તાલુકા પંચાયતોના કાર્યકરો સામેલ
ભાજપે 68 નગરપાલિકામાં 196 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, જેમાં ઘણી જગ્યાએ બિનહરીફ વિજય પ્રાપ્ત થયો
ખેડા , મંગળવાર
BJP Suspends 34 Workers: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવામાં આવ્યા છે. ભાજપે 34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દીધા છે,
BJP Suspends 34 Workers: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવામાં આવ્યા છે. ભાજપે 34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દીધા છે,
જેમાં 5 નગરપાલિકાઓ અને 2 તાલુકા પંચાયતોના કાર્યકરો સામેલ છે. મહુધા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ અને ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે.
ખેડા શહેર યુવા મોરચા પ્રમુખ ભુપેન્દ્ર ગોહિલ સહિત અન્ય બે કાર્યકરોને પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સફાઈ રાખવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં પણ 8 સભ્યોને, ખાસ કરીને કાલોલ નગરપાલિકાના 8 સભ્યોને, ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી કરવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમાં કાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલનો પણ સમાવેશ થાય છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો
ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
મતગણતરીની તારીખ તા.18/02/2025
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
ભાજપે 68 નગરપાલિકામાં 196 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, જેમાં ઘણી જગ્યાએ બિનહરીફ વિજય પ્રાપ્ત થયો છે, જેમ કે ભચાઉ, હાલોલ, જાફરાબાદ, અને બાંટમાં.