રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાતમાં ધીમે-ધીમે માહોલ જામતો દેખાઇ રહ્યો છે. એક બાદ એક તમામ રાજ્કીય પાર્ટીના નેતાઓ કેન્દ્રસ્તરેથી ગુજરાતનું પ્રવાસ ખેડી રહ્યા છે. અને વિધાનસભાની ચૂંટણીને લઇ જરૂરી માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે ગુજરાતમાં પણ હવે જ્ઞાતિવાદ સમીકરણો પર ચૂંટણી લડાવા જઇ રહી છે જેમાં ઉત્તરપ્રદેશની પેર્ટન પ્રમાણે ગુજરાતમાં ચૂંટણી લડાશે બ્રહ્માણ વોટ અંકે કરવા ભાજપ દ્રારા કવાયત હાથધરવામાં આવી છે
જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના સૂચનો મુજબ ગુજરાતમાં કમિટી બનાવમાં આવી છે જેમાં આ કમિટીમાં 5 સભ્યોનું સમાવેશ કરાયો છે અને કમિટીમાં બે સંસાદોનું પણ સમાવેશ કરવામાં આવ્યુ છે જેમાં વડોદરા સંસાદ રંજનબેન ભટ્ટ અને રાજકોટના સંસાદ રામમોકરિયા સમાવેશ કરાયુ છે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ મિડિયા કન્વીનર યજ્ઞેશ દવે પ્રદેશ મંત્રી જાનવી વ્યાસને જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાતમાં 30 લાખથી પણ વધુ બ્રહ્માણ મતદારો છે જેને પોતાની તરફેણમાં કરવા ભાજપ સક્રિય જોવા મળી રહી છે ગુજરાતમાં 41 બેઠક એવી છે જેમાં 6 હજારથી વધારે મત બ્રહ્માણ સમાજના છે તેમજ ગુજરાતની 4 બેઠકો પર બ્રહ્માણ સમાજનો દબદબો છે.